કિર્તેશ, પટેલ, સુરત : સુરતમાં કોરોનાના દર્દી સતત (Surat corona cases) વધી રહ્યા છે, ત્યારે આજે વધુ 272 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં 195 જયારે ગ્રામીણ વિસ્તારમાં 77 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 16545 પર પહોંચી છે, જયારે આજે 5 લોકોના (Surat covid deaths) કોરોનાથી મોત સાથે મરણ આંક 710 પર પહોંચ્યો છે, તેવામાં આજે 203 દર્દી કોરોનાને (surat corona discharged patients) માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે. (પ્રતિકાત્મક તસવીર)
લોકડાઉનમાં છૂટછાટ આપતાની સાથે સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો થઇ રહ્યો છે, આજે સુરતમાં કોરોના પોઝિટિવના (12 August surat corona cases) નવા 272 દર્દી નોંધાયા છે જેમાં શહેર વિસ્તારમાં 195 કેસ નોઁધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 13253 જયારે ગ્રામ્ય વિસ્તાર આજે વધુ 77 કેસ સાથે દર્દી સંખ્યા 3292 પર પહોંચી છે.પ્રતિકાત્મક તસવીર
કુલ દર્દી સંખ્યા 16545 પર પહોંચી ગઈ છે, તેવામાં આજે 5 દર્દીના કોરોનાને લઇને મોત થયા છે. મૃત્યુઆંક 710 થયો છે. જેમાંથી 153 મૃત્યુ જિલ્લાના છે અને 557 શહેર વિસ્તારના છે. આજે શહેરમાંથી 156 જ્યારે જિલ્લામાં આજે 47 દર્દીને રજા આપતા, કુલ 203 દર્દીઓ કોરોનાને માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 12545 જેમાં ગ્રામ્ય વિસ્તારના 2607 દર્દી છે
જોકે જિલ્લામાં ચોર્યાસીમાં 19 ઓલપાડ 07, કામરેજ 14 , પલસાણા 15 બારડોલી 13 ,મહુવા 3 માંડવી 1 અને માંગરોળ 5 કેસ નોંધાયા છે. દરમિયાન ફરી શહેર જિલ્લામાં કેસોની સંખ્યા વધી છે, જોકે, છેલ્લા 24 કલાક દરમિયાન ટેસ્ટની સંખ્યા વધારવામાં આવી હોવાથી ડિટેક્શન વધ્યુ હોવાની આશંકા છે. (અહેવાલની તમામ તસવીરો પ્રતિકાત્મક છે)