રેલવે મંત્રાલય દ્વારા તમામ એ-1 રેલવે સ્ટેશન પર 100 ફૂટ ઊંચો રાષ્ટ્રધ્વજ લહેરાવવાના આદેશ આપી દેવામાં આવ્યા હતા. જે બાદ આજે સુરત રેલવે સ્ટેશન પર આ તિરંગો લહેરાવવામાં આવ્યો હતો.સુરત સ્ટેશન પર રેલવે સ્ટાફની હાજરીમાં તિરંગો ફરકાવાતા ઉપસ્થિત લોકોએ પણ ગર્વની લાગણી અનુભવી હતી અને તિરંગા સાથે સેલ્ફી પણ લીધી હતી.