

કિર્તેશ પટેલ, સુરત : શહેરમાં દિનપ્રતિદિન તસ્કરોનો આતંક વધતો જતો હોય તેવું લાગી રહ્યું છે,તસ્કરોએ પોલીસ પેટ્રોલિંગને પડકારી પાંડેસરાના કાશી વિશ્વનાથ મદિરમાં મૂકેલી દાન પેટીની રકમની ચોરી કરી ભાગી છૂટ્યા હતા જેની જાણ થતાં જ પાંડેસરા પોલીસ દોડતી થઇ હતી, જોકે ચોરીની ઘટના CCTVમાં કેદ થઈ ગઈ છે. (મંદિરમાં પૂજા કરી રહેલા ભક્તોની તસવીર)


સુરતમાં તસ્કરો હવે મંદિરને પણ છોડતા નથી અને ભગવાન ના મંદિરમાં પણ ચોરી ના બનાવો સામે આવી રહ્યા છે. CCTVમાં કેદ દૃશ્યમાં એક યુવક મંદિર માં પ્રવેશે છે અમે એના હાથ માં હથોડી છે. યુવકે આ હથોડી મારફતે મંદિરની તિજોરી તોડીને ચોરીને અંજામ આપ્યો હતો.


CCTVના દૃશ્યો મુજબ મોડી રાત્રે તસ્કરોએ મંદિરના મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો. જ્યાં તેમણે મંદિરમાં મૂકેલી દાન પેટી કોઈ સાધન વડે તોડી રોકડ રકમની ચોરી કરી ભાગી છૂટ્યા હતા.


વહેલી સવારે આ બનાવની જાણ થતાં જ ભક્તોજન અને પાંડેસરા પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જોકે ઘટના ના પગલે સ્થાનિક લોકો માં રોશની લાગણી પણ જોવા મળી હતી