

પ્રજ્ઞેશ વ્યાસ, સુરત મહાનગર પાલિકા દ્વારા પહેલી વખત સમગ્ર શહેરમાં વસતા ગરીબો અને મુજરી કરવા આવતા લોકો પણ દિવાળીને દિવસે નવા કપડા, બાળકોના રમકડા અને ફટાકડા ફોડી શકે તે માટે એક પ્રોજેકટ શરૂ કર્યો હતો. જે પ્રોજેકટને નામ આપાવામાં આવ્યું હતું, સંવેદના ખુશીઓનો પટારો. જેમાં સુરતવાસીઓએ દાનમાં સાડા ત્રણ લાખથી વધુ વસ્તુઓ મનપાને આપી. જે હવે ગરીબોને વિતરણ કરવાનું આજથી શરૂ કરવામાં આવ્યું છે.


આજે વિતરણ એવા વિસ્તારમાં કરવામાં આવ્યું હતું કે, જે વિસ્તારમાં સુરતનો મહત્વકાંક્ષી પ્રોજેકટ ડ્રિમ સીટી તૈયાર થઈ રહ્યો છે. આ ડ્રિમ સીટીમાં હિરા બુર્સ પણ નીર્માણ પામી રહ્યું છે. જેમાં લગભગ 1 હજારથી વધુ મજુર પરિવારો ડ્રીમ સિટીના નિર્માણનું કામ કરી રહ્યા છે અને મોટી સંખ્યામાં તેમના બાળકો પણ તેમની સાથે વસે છે. એ તમામ પરિવાર સાથે આજે મનપાએ પોતાની સંવેદના દર્શાવી હતી. તમામ પરિવારને કપડા, મીઠાઇ, બાળકોને કપડા તેમજ રમકડા દિવાળી ભેટ સ્વરૂપે આપ્યા હતા. જે સુરતીઓએ આ પ્રોજેકટ થકી દાનમાં આપ્યા હતા. જેથી આ ગરીબો પણ દિવાળીના પર્વમાં નવા કપડા પહેરી શકે.


સુરત મનપા કમિશ્નર બંછાનીધી પાની દ્વારા આ પ્રોજેકટની શરૂઆત 20 દિવસ પહેલા કરવામાં આવી હતી. જેમાં શહેરના 30 જગ્યાઓ પણ ખાસ સ્ટોલ મુકવામાં આવ્યા હતા. જેમાં સુરતીઓએ દિલ ખોલીને દાન આપ્યું હતું.