

સુરતમાં કોર્પોરેશન દ્વારા આજે મેગા ડીમોલેશનની કામગીરી હાથધરવામાં આવી છે. સુરતના લાલદરવાજા પટેલ વાડી પાસે મગા ડીમોલેશન હાથધરાયું છે. કતારગામ ઝોનમાં પાણીની સમસ્યા હલ કરવા ટાંકી બનાવવા માટે જગ્યા ખુલી કરવા માટે કામગીરી હાથધરવામાં આવી છે. જોકે, સ્થાનિક લોકોએ આ કામગીરીનો વિરોધ કર્યો હતો. ડીમોલેશનના વિરોધમાં કોંગ્રેસ કોર્પોરેટર દિનેશ કાછડીયા ઉપવાસ ઉપર બેઠા છે. જોકે, પોલીસ દ્વારા તેમની અટકાય કરવામાં આવી હતી અને પાલીકા ડિમોલિસનની કામગીરી આગળ વધારવામાં આવી હતી. (કિર્તેષ પટેલ, સુરત)


મળતી માહિતી પ્રમાણે સુરતના કતારગામ ઝોનમાં ઝોનમાં પામીની સમસ્યા હલ કરવા પાણીની ટાંકી બનાવવા માટે જગ્યા ખુલી કરવા માટે કોર્પોરેશન દ્વારા મેગા ડીમોલેશન હાથધરવામાં આવ્યું છે.


લાલદરવાજા પટેલ વાડી પાસે આવેલા 700થી વધારે ઝૂંપડાઓનું ડીમોલેશન કરવા માટે કોર્પોરેશનની ટીમ પોલીસ કાફલા સાથે સ્થળ ઉપર પહોંચી ગઇ છે.


પરંતુ સ્થાનિક લોકો દ્વારા આ કામગીરીનો વિરોધ કરવામાં આવ્યો છે જ્યારે કોંગ્રેસના કોર્પોરેટર દિનેશ કાછડીયા ડીમોલેશનના વિરોધમાં ઉપવાસ ઉપર બેઠા છે.


સુત્રોના જણાવ્યા પ્રમાણે કોર્પોરેશન દ્વારા ઝૂંડડાવાસીઓને 6 મહિના પહેલા આવાસ ફાળવવામાં આવ્યા છે. છતાં પણ ઝૂંપડા ખાલી ન કરતા પાલિકાએ લાલ આંખ કરી છે.