

સુરતઃ સુરત શહેરમાં એક આશાસ્પદ વિદ્યાર્થીએ બિલ્ડિંગ પરથી કૂદીને આપઘાત કરી લીધો છે. આ ઘટના અંગે હૃદયને હચમચાવી નાખતા સીસીટીવી પણ સામે આવ્યા છે. વિદ્યાર્થી બિલ્ડિંગના નવમાં માળેથી કૂદ ગયો હતો. (કિર્તેશ પટેલ, સુરત)


મળતી માહિતી પ્રમાણે સુરતના વેડરોડની તુલસી રેસિડેન્સીમાં એક બીબીએના વિદ્યાર્થીએ નવમાં માળેથી કૂદીને આપઘાત કરી લીધો છે. આપઘાત પહેલા વિદ્યાર્થીઓ એક સુસાઈડ નોટ પણ લખી હતી. બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર લાગેલી સીસીટીવીમાં આ ઘટના કેદ થઈ ગઈ છે. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે વિદ્યાર્થી ધડામ કરતા બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર નીચે પડે છે. નીચે પટકાયા બાદ એક વખત તે થોડો હવામાં ઉછળે છે.


સુસાઇડ નોટ લખીને આપઘાત: આપઘાત પહેલા વિદ્યાર્થીએ લખેલી એક સુસાઇડ નોટ મળી આવી છે. રોમન અંગ્રેજીમાં લખેલી નોટમાં વિદ્યાર્થીએ લખ્યું છે કે, "હું મારા મનથી આપઘાત કરું છું. મારા આપઘાત પાછળ બીજું કોઈ કારણ જવાબદાર નથી. મારે મારા દિમાગમાં આવતા નકારાત્મક વિચારોથી છૂટકારો મેળવવો છે."


વિદ્યાર્થીના આપઘાત અંગે ચોક બજાર પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવમાં પોલીસ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહી છે. મૃતક વિદ્યાર્થીનું નામ પાર્થ હોવાનું માલુમ પડ્યું છે.