1/ 7


આજે ધો.10ના 11.59 લાખ વિદ્યાર્થીઓનું 66.97 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ગત વર્ષની જેમ આ વર્ષે પણ સુરત જિલ્લો પ્રથમ ક્રમે આવ્યો છે. સુરત જિલ્લાનું બોર્ડનું પરિણામ 79.63 ટકા છે. જ્યારે સૌથી ઓછું પરિણામ છોટાઉદેપુર જિલ્લાનું છે. છોટાઉદેપુર જિલ્લાનું 46.38 ટકા પરિણામ આવ્યું છે. ગીર સોમનાથ જિલ્લાનું સુપાસી કેન્દ્ર 95.56 ટકા પરિણામ સાથે પ્રથમ ક્રમે છે. જ્યારે સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર આ જ જિલ્લાનું તડ કેન્દ્ર છે. જેનું પરિણામ 17.63 ટકા છે.