

સીરિયલ કિલિંગનાં આરોપમાં નર્સ નીલ્સ હોજેલ અંગે સતત ખુલાસા સામે આવી રહ્યાં છે. 100 હત્યાઓનાં ગૂના કબૂલ કરી ચુકેલા હોજેલ અંગે તપાસ એજન્સીઓનું કહેવું છે કે તેની હત્યાઓની સંખ્યા 300થી વધુ હોઇ શકે છે.


તપાસ એજન્સીઓએ જાણ્યું કે, હોજેલ સતત જુઠ્ઠુ બોલી રહ્યો છે. તપાસમાં સામે આવ્યો કે, વર્ષ 2000 બાદથી સતત પાંચ વર્ષ સુધી તેની દેખરેખમાં 300 દર્દીની મોત થઇ હતી.


હોજેલ સીરિયલ કિલિંગ કેસમાં ગત એક દશકથી તપાસ ચાલી રહી હતી. જર્મની, પોલેન્ડ અને તુર્કીનાં હોસ્પિટલમાં તે કામ કરી ચુક્યો છે. હોજેલ સતત દર્દીઓને નિશાન બનાવી રહ્યો હતો.


હોઝેલની સાથે હોસ્પિટલમાં કામ કરી ચુકેલો ફ્રેન્ક કહે છે કે, તે હમેશાં ડિક્ટેટરની જેમ જ કામ કતો હતો. તેને સવાલ પુછવો એટલે કોઇ ગૂનો હોય. હોઝેલની વર્ષ 2006માં ધરપકડ થઇ ગઇ હતી.


હોજેલમાં ઓક્ટોબર 2018માં 100 લોકોની હત્યાની કબૂલાત કરી હતી. પણ બાદમાં તેને આ સંક્યાને ઘટાડી 42 કહેવાની શરૂ કરી હતી. તેનાં પર આરોપ છે કે પીડિતોએ તેને જાણીજોઇને આવી દવાઓનો ઓવરડોઝ આપ્યો હતો.


ઓલ્ડનબર્ગમાં કેસની કાર્યવાહી દરમિયાન જજ સેબેસ્ટિયન બુહરમેને પુછ્યું કે, તારા પર લાગેલા આરોપ સાચા છે કે નહીં તેનો હોઝેલો હામાં જવાબ આપ્યો હતો. તેણે કોર્ટમાં કહ્યું કે, મે જે કબુલ્યુ છે તે ખરેખરમાં બન્યું ચે. આ દરમિયાન<br />કોર્ટમાં મૃત્યુ પામેલા ડઝનો લોકોનાં પરિવારજનો હાજર હતાં.