

દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) તેના ગ્રાહકો માટે ઘણા પ્રકારની સ્કીમ ચલાવે છે. જેમાં એફડી (ફિક્સડ ડિપોઝિટ) જેટલું વ્યાજ મળે છે. જેને તમે ગમે ત્યારે બંધ પણ કરી શકો છો. આજે અમે તમને SBI ફ્લેક્સી ડિપોઝિટ અંગે જણાવી રહ્યાં છે. આ આરડી (રેકરિંગ ડિપોઝિટ)ની જેમ હોય છે. પરંતુ આમાં તમને જમા કરાની છૂટ મળે છે. એટલે કે તમે એક સાથે કેટલાક મહિનાનો હપ્તો જમા કરાવી શકો છો. પરંતુ આની જમા કરાવવાની લિમિટ પણ છે.


SBI ફ્લેક્સી ડિપોઝિટ ખાતું ખોલાવ્યા બાદ તમે 5,000, 10,000 દર મહિને જમા કરાવી શકો છો. દર વર્ષે તમે 50,000 રૂપિાય સુધી જમા કરાવી શકો છો.


મહિનામાં ગમે ત્યારે નાણાં જમા કરાવી શકો છો. ડિપોઝિટ આમાં મિનિમમ ટેન્યોર 5 વર્ષ અને મેક્સિમમ 7 વર્ષ છે. આની પર ફિક્સ્ડ ડિપોઝિટની સમકક્ષ વ્યાજ મળે છે.


તમે તમારી બચતને ધ્યાનમાં રાખીને 5000થી 50,000 સુધીની રકમ જમા કરાવી શકો છો. સમયમર્યાદા પહેલાં તમે ખાતું બંધ કરો તો દંડ ભરવું પડી શકે છે.


આમાં રોકાણ કરવા માટે તમારે બેંકમાં જવાની જરૂર નથી. તમે નેટ બેંકિંગ દ્વારા ખાતું ખોલાવી શકો છો અને હપ્તા પણ ભરી શકો છો.


નેટ બેંકિંગ દ્વારા ખાતું ખોલાવવા માટે તમારે લોગિન કરવું પડશે. જે બાદ ફિક્સ્ડ ડિપોઝિટ પર જઇ e-RD/e-Flexi Deposit પર ક્લિક કરવાનું રહેશે. જે બાદ ફ્લેક્સી ડિપોઝિટની પસંદગી કરવાની રહેશે.


આ ખાતામાં તમે નોમિની પણ રાખી શકો છો. નોમિની રજિસ્ટર કરવા માટે તમારે બેંક જવાની જરૂર નતી. તમે ખાતું ખોલાવતાં સમયે જ નોમિની રજિસ્ટર કરી શકો છો.