

રોમેન્સનાં કિંગ શાહરૂખ ખાને બોલિવૂડની તમામ લિડ એક્ટ્રેસ સાથે કામ કર્યુ છે. માધુરી, રાની, કાજોલ, દીપિકા અનુષ્કા, કેટરિના સૌ કોઇ સાથે તેમણે સ્ક્રિન પર જાદુ ચલાવી દીધો છે.


છતા કિંગ ખાનને એક એક્ટ્રેસ સાથે જોડી ન બનાવી શકવાનો આજનાં દિવસ સુધી પસ્તાવો છે. આ વાતનો ખુલાસો શાહરૂખ ખાને લક્સ ગોલ્ડન રોઝ એવોર્ડ દરમિયાન કર્યો હતો.


શાહરૂ ખાને લક્સ ગોલ્ડન રોઝ એવોર્ડન નાઇટને હોસ્ટ કરી હતી અને આ સમયે ઐશ્વર્યા રાય બચ્ચનને ટાઇમલેસ બ્યુટીનાં એવોર્ડથી નવાઝવામાં આવી હતી. આ એવોર્ડ મેળવીને ઐશ્વર્યા ઘણી જ ખુશ હતી અને તેણે એક્સેપ્ટન્સ સ્પિચ પણ આપી હતી.


ઐશ્વર્યાની સ્પિચ પત્યા બાદ કિંગ ખાન સ્ટેજ પર આવ્યો હતો અને કહ્યું હતું કે, તેની બદકિસ્મતી છે કે તેણે ઐશ્વર્યા સાથે કામ કરવાની ચોક્કસ તક મળી નથી.


શાહરૂખ ખાને ઉમેર્યુ કે, જ્યારે તેને ઐશ્વર્યા સાથે પહેલી ફિલ્મ મળી તો તે ફિલ્મમાં તે તેની બહેન હતી. આ ફિલ્મ હતી જોષ. આ બાદ લોકોએ શાહરૂખને તેની બહેન કહેવાનું શરૂ કરી દીધુ હતું


જ્યારે ત્રીજી ફિલ્મ દેવદાસમાં ઐશ્વર્યા તેનાંથી દૂર ચાલી જાય છે. અને આ રીતે તેમને ક્યારેય કોઇ ફિલ્મમાં સાથે વધુ કામ કરવાની તક મળી જ નથી.