નવી દિલ્હી : ટીમ ઇન્ડિયાના સ્ટાર સ્પિનર અને સૌથી મજાકીયા સ્વભાવવાળા યુજવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal)ની સગાઈ નક્કી થઈ ચૂકી છે. ચહલે સોશિયલ મીડિયા પર રોકા સેરેમનીની તસવીર શેર કરીને આ જાણકારી આપી છે. ચહલે કહ્યું કે અમે લોકોએ હા કહ્યું. આ ખુશખબરીને શેર કર્યા પછી કેએલ રાહુલ અને હાર્દિક પંડ્યાએ અભિનંદન પાઠવ્યા છે.