ટેનિસમાં 2018નું વર્ષ બે દિગ્ગજ ખેલાડી રોજર ફેડરર અને નોવાક જોકોવિચના નામે રહ્યું હતું. આ વર્ષે રોજર ફેડરર ફરી નંબર વન ખેલાડી બન્યો હતો. ફેબ્રુઆરીમાં રોટરડમ ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં સ્વિટ્ઝર્લેન્ડનો ફેડરર હોલેન્ડના રોબિન હાસને 4-6, 6-1,6-1થી હરાવી ચોથી વખત વર્લ્ડ નંબર વન બન્યો હતો. આ પહેલા તે ફેબ્રુઆરી 2004, જુલાઈ 2009 અને જુલાઈ 2012માં પણ નંબર વન ખેલાડી બન્યો હતો.