સુશીલ કુમાર - ભારત તરફથી બે વ્યક્તિગત ઓલિમ્પિક મેડલ જીતનાર રેસલર સુશીલ કુમાર માટે આ વર્ષ નિરાશાજનક રહ્યું હતું. સુશીલે કોમનવેલ્થમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો પણ તેને ત્યાં ટક્કર આપનાર કોઈ દમદાર પહેલવાન હતો. સુનીલ એશિયન ગેમ્સમાં પ્રથમ રાઉન્ડમાં જ હારીને બહાર થઈ ગયો હતો. ટોક્યો ઓલિમ્પિકમાં ફરી એક વખત નસીબ અજમાવવા માંગે છે.
શ્રીકાંત - નંબર વન ખેલાડી રહી ચૂકેલા બેડમિન્ટન ખેલાડી શ્રીકાંત માટે આ વર્ષ સારું રહ્યું ન હતું. તેણે 2017માં ઇન્ડોનેશિયા ઓપન, ઓસ્ટ્રેલિયા ઓપન, ડેન્માર્ક ઓપન અને ફ્રેન્ચ ઓપનના ટાઇટલ જીતીને ધમાકો મચાવી દીધો હતો. આથી લાગ્યું કે વર્ષ ભર ધમાકો મચાવીને રાખશે પણ આ વખત સતત નિરાશાજનક પ્રદર્શન કરનાર ખેલાડી રહ્યો હતો. તે કોમનવેલ્થ ગેમ્સની ફાઇનલમાં પહોંચવા સિવાય કોઈ ટૂર્નામેન્ટની ફાઇનલ સુધી પહોંચી શક્યો ન હતો. આ ખરાબ પ્રદર્શનના કારણે તે રેન્કિંગમાં આઠમાં સ્થાને આવી ગયો હતો.