મેચનના પાંચમા અને અંતિમ દિવસ સોમવારે ન્યૂઝીલેન્ડને જીત માટે 257 રન બનાવાના હતા. તો વળી શ્રીલંકાને 9 વિકેટની જરુર હતી. તેને 285 રનનો ટાર્ગેટ મળ્યો હતો. વરસાદના કારણે રમત પ્રભાવિત થઈ, પણ કીવી ટીમે ટાર્ગેટને છેલ્લા બોલ પર 8 વિકેટ ખોઈને પ્રાપ્ત કરી લીધો હતો. કેન વિલિયમ્સને સદી ફટકારી, તે 121 રન બનાવીને નોટઆઉટ રહ્યો. ડેરિલ મિચેલે પણ 81 રન બનાવ્યા. હવે શ્રીલંકાની ટીમ અંક મામલામાં ટીમ ઈંડિયાની બરાબરી કરી શકશે નહીં. ન્યૂઝીલેન્ડ પહેલા જ ફાઈનલની રેસમાંથી બહાર થઈ ચુકી છે.