પ્રણવ પટેલ, અમદાવાદ : વર્લ્ડ મોન્યુમેન્ટ ફંડના (World Monument Fund) સહયોગથી અમદાવાદ મહાનગર પાલિકા સંચાલિત નવરંગપુરા (Sardar Patel cricket Stadium Navrangpura Ahmedabad) સ્થિત સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમનું બ્યુટીફિકેશન કરાશે. હયાત ક્રિકેટ સ્ટેડિયમને યથાવત્ રાખી તેમાં મોટા ફેરફાર કરવામાં આવશે . આગામી જાન્યુઆરી સુધી પ્રોજેકટ તૈયાર થશે
આ અંગે માહિતી આપતા ઝોનલ એડી સિટી ઇજનેર રૂષિ પંડ્યા જણાવ્યુ હતુ કે ભારત અને ઇગ્લેન્ડની પ્રથમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચનુ સાક્ષી બનેલ સરદાર વલ્લભાઇ પટેલ ક્રિકેટ સ્ટેડિયમ તેની પુન: ઓળખ સ્થાપિત કરશે . વર્લ્ડ મોન્યુમેન્ટ ફંડના સહયોગથી અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત ક્રિકેટ સ્ટેડિયમ બ્સુટીફિકેશમ કરાશે .
વધુમાં રૂષિ પંડ્યાએ જણાવ્યુ હતુ કે છેલ્લા 9 મહિનાથી આ પ્રોજેકટ પર ચર્ચા અને સંસોધન ચાલી રહા હતા . સૌથી મોટી ચેલન્જ સ્ટડી સમયે એ આવી હતી વર્તમા એડવાન્સ ટેકનોલોજી અને જૂના સ્ટ્રક્ચર કઇ રીતે તાલમેલ કરવો.. કારણ કે આ સ્ટેડિયમનો પાયો 1960મા નંખાયો હતો. ઇગ્લેન્ડના આર્કિટક ચાલ્સ કોરિયા સ્ટેડિયમની ડિઝાઇન બનાવી હતી. ત્યારે બાદ સમાયતર અહીં ફેરબદલ કરાયા હતા .
૧૯૮૧ મા પહેલી ભારત અને ઇગ્લેન્ડ વચ્ચે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમાઇ હતી . આજે અહીં કોચીગ થી લઇ અન્ય એક્ટિવ પણ થાય છે. વર્ષ 2010માં સ્વર્ણિમ જંયતિનો રાજ્યવ્યાપી કાર્યક્રમ અહીં યોજાયો હતો . ત્યારે સ્ટેડિયમનું રિનોવેશન કરાયું હતુ. પરંતુ ફરી એકવાર 11 વર્ષ બાદ 2022માં સરદાર પટેલ સ્ટેડિયમ બ્યુટિફેક્શન થશે અને તેનો ભવ્ય ભુતકાળ ફરી ગૌરવ વતો થશે ..