વિશ્વના કેટલાક દેશોમાં સમલૈંગિક વિવાહ (same-sex marriage) ગેરકાયદેસર અને સજાને પાત્ર છે. તો કેટલીક એવી પણ જગ્યાઓ છે જ્યાં સમલૈંગિક વિવાહો માન્ય છે. ભારત, અમેરિકા, સ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ સમલૈગિંક વિવાહને મંજૂરી આપે છે. વર્ષ 2009માં નેધરલેન્ડ આવા લગ્નોને મંજૂરી આપનાર પ્રથમ દેશ બન્યો હતો. ક્રિકેટ પણ હવે સમલૈગિક સંબંધો અને લગ્નોથી દૂર નથી રહ્યું. અહીં પણ આવી જોડીઓ જોવા મળી જ જાય છે. આજે અમે આપને જણાવીશું કેટલીક મહિલા ક્રિકેટર્સ (Women cricketers -(same-sex marriage) અને તેમના સમલૈંગિક લગ્ન વિશે.
એલેક્સ બ્લેકવેલ અને લિંસી આસ્ક્યુ Alex Blackwell- Lynsey Askew : વર્ષ 2013માં ઓસ્ટ્રેલિયાઈ ટીમની પૂર્વ ક્રિકેટર લેક્સ બ્લેકવેલ (Alex Blackwell) ના લેસ્બિયન હોવાનો ખુલાસો થયો હતો. વર્ષ 2015માં તેણે પોતાની 8 વર્ષ જૂની ગર્લફ્રેન્ડ લિંસી આસ્ક્યુ (Lynsey Askew) સાથે ઇંગ્લેન્ડમાં સમલૈગિક લગ્ન કર્યા હતા. તે વખતે ઇંગ્લેન્ડમાં આવા લગ્નોને મંજૂરી આપવામાં આવતી ન હતી. એલેક્સ બ્વેકવેલનું માનવું છે કે લૈંગિકતા સંપૂર્ણ રીતે સ્વતંત્ર હોવી જોઈએ. આના આધાર પર કોઈ વ્યક્તિ કેટલી સારી ભૂમિકા નિભાવશે તે વાતનું તારણ કાઢી શકાતું નથી. વર્ષ 2017માં ઓસ્ટ્રેલિયા સાથે અન્ય દેશના 15 મોટા ખેલાડીઓએ પણ સમલૈંગિક લગ્નનું સમર્થન કર્યુ હતું. વર્ષ 2018માં ઓસ્ટ્રેલિયા દ્વારા આવા લગ્નને માન્યતા આપવામાં આવી હતી.
ડેમ વાન નિકર્ક અને મારિજેન કેપ Marizanne Kapp- Dane Van Niekerk : દક્ષિણ આફ્રિકાની મહિલા ક્રિકેટ ટીમની ખેલાડી મારિજેન કેપ (Marizanne Kapp)એ પોતાની ટીમની કેપ્ટન ડેન વાન નિકર્ક (Dane Van Niekerk) સાથે વર્ષ 2018માં લગ્ન કર્યા હતા. પોતાના લગ્ન વિશેની જાણકારી તેમણે સોશિયલ મીડિયા દ્વારા આપી હતી. બન્ને હાલ ક્રિકેટમાં સક્રિય છે. આ બન્ને બોય્સ ક્રિકેટમાં શામેલ થનારી પ્રથમ મહિલા ખેલાડીઓ હતી.
એમી સેટર્થવેટ અને લિયા તહૂહૂ Amy Satterthwaite-Lea Tahuhu: ન્યૂઝીલેન્ડ મહિલા ક્રિકેટ ટીમની ખેલાડી અને ટી 20 વર્લ્ડ કપ 2020માં કીવી ટીમનો ભાગ રહી ચૂકેલી એમી સૈટર્થવેટ (Amy Satterthwaite)એ પોતાની ટીમમેટ લિયા તહૂહૂ (Lea Tahuhu) સાથે વર્ષ 2017માં લગ્ન કર્યા હતા. લિયા તહૂહૂએ 13 જાન્યુઆરી 2020એ એક બાળકીને પણ જન્મ આપ્યો છે. આ બાળકીનું નામ ગ્રેસ મારી સૈટર્થવેટ છે. બન્ને ખેલાડીઓ ન્યૂઝીલેન્ડ તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સક્રિય છે. આ બન્ને લોકોને પોતાના સમલૈગિક સંબંધો વિશે ખૂલીને વાત કરવા માટે હિંમત આપે છે અને સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ રહે છે.
જેસ જોનાસેન અને સારાહ વિર્યન :ઓસ્ટ્રેલિયાઈ મહિલા ક્રિકેટર અને ટી 20 વર્લ્ડ કપ 2020 ચેમ્પિયન જેસ જોનાસેન અને સારા વિર્યન એકબીજાને ડેટ કરી રહ્યાં છે. જો કે હાલમાં તેમણે લગ્ન કર્યા નથી. આ બન્ને ફેબ્રુઆરી 2018થી સાથે છે. આ કપલ સોશિય મીડિયા પર ખૂબ એક્ટિવ છે અને એકબીજા માટે સારી અંડરસ્ટેન્ડિંગ ધરાવે છે.