રાંચી : ભારતીય ક્રિકેટ ટીમના સુપરસ્ટાર અને પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni)નું મૌન હંમેશા અટકળોને જન્મ આપે છે. 15 ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નિવૃત્તિ (Retirement) જાહેર કર્યા પછી ધોનીને લઈને હવે નવી અટકળો થવા લાગી છે. અટકળો કરવામાં આવી રહી છે કે આવનાર સમયયમાં ધોની રાજનીતિની પિચ પર રમતો જોવા મળી શકે છે. આવા સમયે ઝારખંડના તમામ રાજનીતિક દળ અત્યારથી જ તેના સ્વાગતમાં તૈયાર જોવા મળી રહ્યા છે. બધી પાર્ટીઓ ધોનીને લઈને ઉત્સુકતા બતાવી રહી છે. ખાસ કરીને ધોનીના હોમટાઉન રાંચીમાં તેને લઈને અટકળો થઈ રહી છે.
ધોનીની નિવૃત્તિ પછી પોલિટિક્સ જોઈન કરવાની સૌથી પહેલી ઓફર ભારતીય જનતા પાર્ટી (BJP)તરફથી આપવામાં આવી છે. ઝારખંડ બીજેપી એકમ તરફથી આ ઓફર આપવામાં આવી છે. રાંચીથી બીજેપી સાંસદ સંજય સેઠે (MP Sanjay Seth)કહ્યું કે ધોની ઇચ્છે તો તો તેની સાથે રાંચી આવ્યા પછી વાત કરવામાં આવશે. તેમણે કહ્યું કે ધોનીની ઇચ્છા પર બધુ જ નિર્ભર છે. જો તે બીજેપી જોઈન કરવા માંગે છે તો પાર્ટી તેની સાથે જરૂર વાત કરશે.
આ બધાની વચ્ચે પ્રદેશના સત્તાધારી દળ ઝારખંડ મુક્તિ મોરચાએ (JMM)પણ પૂર્વ ક્રિકેટરની રાજનીતિમાં આવવાની અટકળોને હવા આપી છે. ઝામુમોએ (JMM)ધોનીની રાજનીતિમાં એન્ટ્રીને લઈને ઉત્સુકતા બતાવી છે. પાર્ટીના કેન્દ્રીય મહાસચિવ વિનોદ પાંડેએ કહ્યું હતું કે ધોની રાજનીતિમાં આવશે તો તે ખુશીની વાત છે. જો તે જેએમએમમાં સામેલ થવાની ઇચ્છા બતાવશે તો તેમનું સ્વાગત કરવામાં આવશે.