ઝિમ્બાબ્વે ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયાને (Australia vs Zimbabwe)શ્રેણીની ત્રીજી અને અંતિમ વન-ડેમાં 3 વિકેટે હરાવીને ઇતિહાસ રચી દીધો છે. ઝિમ્બાબ્વેની ટીમ ઓસ્ટ્રેલિયાને તેના ઘરમાં પ્રથમ વખત હરાવવા સફળ રહી છે. ઝિમ્બાબ્વેની આ ઐતિહાસિક જીતમાં ઓલરાઉન્ડર રેયાર્ન બર્લનું (Ryan Burl) મહત્વનું યોગદાન રહ્યું છે. જેણે પોતાની લેગ બ્રેક બોલિંગથી કાંગારુઓનો એક પછી એક શિકાર કર્યો હતો. બર્લે 3 ઓવરમાં 10 રન આપી 5 વિકેટ ઝડપી હતી. જેમાં આક્રમક બેટ્સમેન ડેવિડ વોર્નર, ગ્લેન મેક્સવેલની વિકેટ સામેલ હતી.(Instagram)
બર્લે જણાવ્યું હતું કે તેની પાસે કોઇ સ્પોન્સર નથી. જેથી તે ફાટેલા ફૂટ સાંધીને રમે છે. બર્લે આ સાથે મદદની અપીલ કરી હતી કે કોઇ કંપની તેની ઝિમ્બાબ્વેની ટીમને સ્પોન્સર કરી દે. આ પછી શૂઝ બનાવતી એક પ્રખ્યાત કંપનીએ આખી ઝિમ્બાબ્વેની ટીમને સ્પોન્સર કરવાનો નિર્ણય કર્યો હતો. બર્લે 17 બોલમાં 11 રનની ઇનિંગ્સ રમી હતી. તેણે પોતાની ઇનિંગ્સમાં 1 ફોર 1 સિક્સર ફટકારી હતી. (Instagram)