ટીમ ઇન્ડિયાના વિકેટકીપર અને પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત ધમાકેદારી રહી હતી. જોકે શરૂઆતના દિવસોમાં ધોનીને ડ્રેસિંગરૂમમાં બિહારી કહીને બોલાવવામાં આવતો હતો. ખાસ કરીને યુવરાજ તેને ઘણો ખીજવતો હતો. ધોની તેને મજાક સમજીને નજરઅંદાજ કરતો હતો. આ વાત બીજા કોઈને નહીં પણ ધોનીએ યુવરાજ સિંહની આત્મકથા ‘ધ ટેસ્ટ ઓફ માઇ લાઇફ’ના લોન્ચિંગ સમયે કહી હતી.