ઓસ્ટ્રેલિયાની ટીમ વર્લ્ડ કપની તમામ મેચ જીતતી આવી હતી. જ્યારે ટીમ ઈન્ડીયાએ માત્ર એક મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે હાર્યો હતો. સૌરવ ગાંગુલીની કપ્તાની અને જોન રાઈટ્સની કોચિંગમાં એવું લાગી રહ્યું હતું કે, ટીમ ઈન્ડીયાને જીતવાની આદત લાગી ચુકી છે. ઈંગ્લેન્ડ વિરુદ્ધ નેહરાની બોલિંગે ટીમને આત્મવિશ્વાસથી ભરપુર કરી દીધી હતી. સાથે સચિન પણ શાનદાર ફોર્મમાં હતો. ટોસ જીતીને ભારતે બોલિંગ પસંદ કરી. ઝાહિર ખાનની પહેલી બોલિંગનો પહેલો બોલ જ નો બોલ રહ્યો, અને અહીંથી જ ભારતના હારની શરૂઆત થઈ. કંગારૂ ટીમે તોફાની બેટિંગ કરી 50 ઓવરમાં 359 રનનો મોટો સ્કોર ઉભો કરી દીધો. જવાબમાં ટીમ ઈન્ડીયા માત્ર 234 રન જ બનાવી શકી. સચિન માત્ર 04 રન બનાવી આઉટ થઈ ગયો. આ સાથે ભારતનું વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનું અધુરૂ રહી ગયું હતું.