ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીને કારનો ખુબ જ શોખ છે, આ વાત સૌ કોઇ જાણે છે. એટલું જ નહીં તે ઓડી ઈન્ડિયાનો બ્રાન્ડ એમ્બેસેડર પણ છે. કોહલી પાસે ખુબ જ સારી અને લક્ઝરી ગાડીઓ છે. પરંતુ તેની એક ઓડી કાર પોલીસ સ્ટેશનમાં ખરાબ હાલતમં ઊભી છે. જો કે કોહલી આ ગાડીનો પ્રથમ માલિક હતો, તે હવે નથી અને તેની ગાડી મહારાષ્ટ્રના પોલીસ સ્ટેશનમાં પાર્ક છે. તમને જણાવી દઈએ કે આ સમગ્ર મામલા છે શું?
વિરાટ કોહલીને ગિફ્ટમાં નવી અને જૂની કારના અપગ્રેડેડ મોડલ મળતા રહે છે. આ સિવાય તે પોતે પણ કાર ખરીદતો રહે છે. આવી સ્થિતિમાં નવી આવે ત્યારે જૂની કાર પણ વેચવી પડે છે. તેથી તેણે 2016માં જૂની ઓડી R8 વેચી હતી. વિરાટની આ જ કાર મહારાષ્ટ્રના પોલીસ સ્ટેશનમાં બેકાર પડી રહી છે. (Photo: Instagram/Automobili Ardent)
પાછળથી જાણવા મળ્યું કે સાગર ઠક્કર સામે ફોજદારી કેસ નોંધવામાં આવ્યો હતો, જેને પોલીસ શોધી રહી હતી. તેણે વિરાટ કોહલીની ઓડી R8 તેની ગર્લફ્રેન્ડને ગિફ્ટ કરવા માટે ખરીદી હતી. સાગર ઠક્કરે વિરાટ કોહલીની કાર ખરીદી હોવાની માહિતી મળતાં જ પોલીસ સક્રિય બની હતી અને તેની ધરપકડ કરી હતી. (Photo-Virat Kohli Facebook)