Home » photogallery » રમતો » IND vs SA: કેપ્ટનશીપ ગુમાવ્યા બાદ વિરાટ કોહલીએ ફેંક્યું પહેલું 'પાનુ,' આફ્રિકા પ્રવાસ અંગે મોટા સમાચાર

IND vs SA: કેપ્ટનશીપ ગુમાવ્યા બાદ વિરાટ કોહલીએ ફેંક્યું પહેલું 'પાનુ,' આફ્રિકા પ્રવાસ અંગે મોટા સમાચાર

Virat Kohli to Skip South Africa ODI Series: વિરાટ કોહલી સાઉથ આફ્રિકા સીરિઝ રમવા ન માંગતો હોવાના અહેવાલ

  • 15

    IND vs SA: કેપ્ટનશીપ ગુમાવ્યા બાદ વિરાટ કોહલીએ ફેંક્યું પહેલું 'પાનુ,' આફ્રિકા પ્રવાસ અંગે મોટા સમાચાર

    Virat Kohli: ટીમ ઈન્ડિયાના ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલી અને રોહિત શર્માની (Virat Kohli Rohit sharma) વચ્ચે કોઈ શીત યુદ્ધ છેડાઈ ગયું હોવાના અહેવાલ છે. ગઈકાલે રોહિત શર્માની ઈજાના (Rohit Sharma Injury Report) સમાચારો સામે આવ્યા બાદ રોહિત શર્માની સમગ્ર ટેસ્ટ પ્રવાસમાંથી (Rohit Sharma Ruled out of Test Team) બાદબાકી કરવામાં આવી છે ત્યારે સામા પક્ષે સાઉથ આફ્રિકા પ્રવાસમાં યોજાનારી સમગ્ર સીરિઝમાં વિરાટ કોહલી રમવા (Virat Kohli Set to skip ODI Series) માંગતો નથી. આ સ્થિતિને જોતા ટીમ ઈન્ડિયામાં તલવારો ખેંચાઈ ગઈ હોવાના અહેવાલો છે.

    MORE
    GALLERIES

  • 25

    IND vs SA: કેપ્ટનશીપ ગુમાવ્યા બાદ વિરાટ કોહલીએ ફેંક્યું પહેલું 'પાનુ,' આફ્રિકા પ્રવાસ અંગે મોટા સમાચાર

    ધી ટાઇમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ વિરાટ કોહલીએ બીસીસીઆઈને જણાવી દીધું છે કે તે પરિવાર સાથે સમય વિતાવવા માંગે છએ અને સાઉથ આફ્રિકા સામેની સીરિઝમાં નહીં રમે. પોતાની દીકરીના જન્મદિવસને ઉજવવવા માટે વિરાટ કોહલી સાઉથ આફ્રિકા પ્રવાસમાં રમવાનું ટાળી રહ્યો છે.

    MORE
    GALLERIES

  • 35

    IND vs SA: કેપ્ટનશીપ ગુમાવ્યા બાદ વિરાટ કોહલીએ ફેંક્યું પહેલું 'પાનુ,' આફ્રિકા પ્રવાસ અંગે મોટા સમાચાર

    ટેસ્ટ સીરિઝમાં ઈજાના કારણે રોહિત શર્મા ટીમમાંથી બહાર થઈ ગયો હોવાના બીજા જ દિવસે વિરાટ કોહલી સમગ્ર પ્રવાસમાંથી બહાર થઈ જવાના સમાચારોથી કેપ્ટન અને વાઇસ કેપ્ટનશીપને લઈને કોઈ ખીચડી રંધાઈ ગઈ હોવાના અહેવાલો સામે આવ્યા છે.

    MORE
    GALLERIES

  • 45

    IND vs SA: કેપ્ટનશીપ ગુમાવ્યા બાદ વિરાટ કોહલીએ ફેંક્યું પહેલું 'પાનુ,' આફ્રિકા પ્રવાસ અંગે મોટા સમાચાર

    વિરાટ કોહલીની કેપ્ટનશીપ અંગે અગાઉથી મોટો વિવાદ થયો હતો. અહેવાલો હતા કે રોહિત શર્માને કેપ્ટન પદે જાહેર કર્યો તેના 48 કલાક પહેલાં બીસીસીઆઈ દ્વારા વિરાટ કોહલીને વનડે કેપ્ટનશીપ છોડવા માટે કહેવામાં આવ્યું હતું. બોર્ડના નિર્ણયથી નારાજ કોહલીએ કદાચ સમગ્ર પ્રવાસ જ જતો કરી દેવાનું નક્કી કર્યુ હોય તેવું જણાઈ રહ્યુ છે.

    MORE
    GALLERIES

  • 55

    IND vs SA: કેપ્ટનશીપ ગુમાવ્યા બાદ વિરાટ કોહલીએ ફેંક્યું પહેલું 'પાનુ,' આફ્રિકા પ્રવાસ અંગે મોટા સમાચાર

    વધુમાં વિરાટની કેપ્ટનશીપ અંગે બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલીએ પણ સૂચન નિવેદન આપ્યું હતું. ગાંગુલીએ કહ્યું હતું કે વિરાટ કોહલી વગર રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારત એશિયા કપ જીત્યું હતું એટલે વિરાટ કોહલી વગર લીડરશીપની ઉણપનો કોઈ સવાલ નથી. આમ ટીમ ઈન્ડિયામાં હાલમાં તો ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે.

    MORE
    GALLERIES