બાંગ્લાદેશ સામેની વર્તમાન ટેસ્ટ શ્રેણીમાં વિરાટ કોહલી ખરાબ રીતે ફ્લોપ બેટ્સમેન સાબિત થયો હતો. 2 મેચની 4 ઇનિંગ્સમાં કોહલીના બેટમાંથી કુલ 45 રન નીકળ્યા હતા. આ દરમિયાન તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 24 રન હતો, જે તેણે બીજી ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં બનાવ્યો હતો. ચિત્તાગોંગમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં વિરાટે પ્રથમ ઇનિંગમાં એક રન અને બીજા દાવમાં અણનમ 19 રન બનાવ્યા હતા. ભારતીય ટીમની આ વર્ષની આ છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ હતી. (AP)
વિરાટે આ વર્ષે 2022માં કુલ 6 ટેસ્ટ મેચ રમી હતી. આ દરમિયાન તેણે 11 ઇનિંગ્સમાં 265 રન બનાવ્યા હતા. કોહલનો સર્વશ્રેષ્ઠ સ્કોર 79 રન હતો. આ વર્ષે ટેસ્ટમાં કોહલીની બેટિંગ એવરેજ 26.50 રહી. કોહલીએ વર્ષની શરૂઆતમાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન કેપટાઉન ટેસ્ટ મેચમાં એકમાત્ર અડધી સદી ફટકારી હતી. આ સિવાય તે એકપણ અર્ધી સદી ફટકારી શક્યો નથી.
આ વર્ષે એશિયા કપમાં જ્યારે વિરાટ કોહલીએ અફઘાનિસ્તાન સામે સદી ફટકારી ત્યારે એવું લાગી રહ્યું હતું કે તેણે પોતાનું ગુમાવેલું ફોર્મ પાછું મેળવી લીધું છે પરંતુ ટેસ્ટ ક્રિકેટમાં સદીઓનો દુષ્કાળ આ વર્ષે પણ ચાલુ રહ્યો. તેણે મર્યાદિત ઓવરોના ક્રિકેટમાં શાનદાર બેટિંગ કરી હતી પરંતુ તે ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટમાં મોટી ઇનિંગ્સ રમવામાં નિષ્ફળ રહ્યો હતો. (AP)
ભારતના શાનદાર ક્લાસ બેટ્સમેનો ગણાતા લોકેશ રાહુલ અને વિરાટ કોહલીનું ફોર્મ હાલ ચિંતાનો વિષય છે. બાંગ્લાદેશ જેવી ટીમ સામે પણ આ ધુરંધર ખેલાડીઓ પરફોર્મ ન કરી શકે તો એ ચિંતાનો વિષય છે. બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટ મેચમાં પણ બંને નિષ્ફળ ગયા હતા. પ્રથમ ઇનિંગમાં રાહુલે દસ અને કોહલીએ 22 રન બનાવ્યા હતા. જ્યારે બીજી ઇનિંગમાં રાહુલ બે અને કોહલી માત્ર એક રનમાં જ પેવેલિયન ભેગા થઈ ગયા હતા. (AP)