ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી પર્થ ટેસ્ટના ત્રીજા દિવસે ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ 25મી સદી ફટકારી છે. કોહલી આ સીરીઝની પહેલી ટેસ્ટમાં સફળ નહોતો રહ્યો અને સસ્તામાં આઉટ થયો હતો, પરંતુ પર્થ આવતાં તે તેણે કમાલ કરી દીધો. ભારતે 8 રનમાં 2 વિકેટ ગુમાવ્યા બાદ કોહલીની આ ઇનિંગ ટીમ ઈન્ડિયા માટે ખૂબ જ ઉપયોગી પૂરવાર થઈ. આ સદી સાથે કોહલીએ અનેક રેકોર્ડ બનાવી દીધા.