વનડે (ODI) અને ટી-20માંથી કેપ્ટનશીપ છોડ્યા બાદ (T20) બાદ વિરાટ કોહલીએ (Virat Kohli Stepped down as Test captain) ભારતીય ટેસ્ટ ટીમની કેપ્ટનશીપને પણ અલવિદા કહી દીધું છે. સાત વર્ષ સુધી ટીમ ઈન્ડિયાના ટેસ્ટ કેપ્ટન તરીકે યથાવત રહ્યા બાદ વિરાટ કોહલીએ ટેસ્ટ ટીમમાંથી સ્વેચ્છાએ કેપ્ટનશીપ છોડી દીધી છે. કોહલીએ એક ભાવુક પોસ્ટ લખીને આ જાણકારી આપી હતી. વિરાટ કોહલીએ (Virat Kohli) ટેસ્ટ કેપ્ટનશીપ છોડ્યા બાદ નવો કેપ્ટન કોણ તે અંગે ચર્ચા શરૂ થઈ છે.
વિરાટ કોહલીએ કેપ્ટનશીપ છોડ્યા બાદ હાલમાં કોઈ એવો ખેલાડી નથી જે ટીમને લાંબા સમય સુધી કેપ્ટનશીપ આપી શકે. જોકે, પસંદગીકારો ત્રણેય ફોર્મેટમાં રોહિત શર્માને કેપ્ટન બનાવી શકે છે. મોટાભાગે ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ રોહિત શર્માને આપવામાં આવે એવી શક્યતા છે. રોહિતનો રેકોર્ડ પણ કેરપ્ટન તરીકે સબળ છે. જોકે, રોહિત શર્માની ઉંમર 34 વર્ષ છે. એટલે કે રોહિત ત્રણેય ફોર્મેટમાં કેપ્ટનશીપ આપવા માટે ફીટ નથી. વધુમાં તેની ફીટનેસના પણ મોટા પ્રશ્નો છે.
ઋષભ પંત Rishabha Pant કેપ્ટનશીપની રેસમાં એક સંપૂર્ણપણે નવું નામ ઉમેરાયું છે રિષભ પંતનું. પૂર્વ ક્રિકેટર સુનિલ ગાવસ્કર અને યુવરાજ સિંહે પણ ઋષભ પંતની વકિલાત કરી છે. સુનિલ ગાવસ્કરનું માનવાનું છે કે પંતને કેપ્ટનશીપ વહેલીતકે મળી શકે છે. પંતની ઉંમર 24 વર્ષ છે. પંત દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન છે અને સારી છે અને તેને કેપ્ટનશીપનો અુભવ છે પરંતુ ટેસ્ટ ક્રિકેટનો અનુભવ ઓછો હોવાના કારણે હાલમાં તે રાહુલ પછી લાઇનમાં છે.
જસપ્રીત બુમરાહ Jaspreet Bumrah: ભારતીય ક્રિકેટર જસપ્રીત બુમરાહ એક એવો ખેલાડી છે કે જે ટેસ્ટ કેપ્ટન તરીકે પણ કમાન સંભાળી શકે છે. આગામી વનડે સીરિઝમાં તેને વાઇસ કેપ્ટનશીપ આપવામાં આવી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં તે ટીમનો મહત્ત્વનો અંગ બની રહ્યો છે. બુમરાહની ફીટનેસના પ્રશ્નો પણ નથી. તેવામાં ભવિષ્યના ટેસ્ટ કેપ્ટન તરીકે તેને તૈયાર કરી શકાય છે.