વનડે (ODI) અને ટી-20માંથી કેપ્ટનશીપ છોડ્યા બાદ (T20) બાદ વિરાટ કોહલીએ (Virat Kohli Stepped down as Test captain) ભારતીય ટેસ્ટ ટીમની કેપ્ટનશીપને પણ અલવિદા કહી દીધું છે. સાત વર્ષ સુધી ટીમ ઈન્ડિયાના ટેસ્ટ કેપ્ટન તરીકે યથાવત રહ્યા બાદ વિરાટ કોહલીએ ટેસ્ટ ટીમમાંથી સ્વેચ્છાએ કેપ્ટનશીપ છોડી દીધી છે. કોહલીએ એક ભાવુક પોસ્ટ લખીને આ જાણકારી આપી છે.
ટેસ્ટના અન્ય સફળ કેપ્ટનનો આકંડાઓ જાણીએ તો સ્ટીવ વો નંબર વન ટેસ્ટ કેપ્ટન હતો જેણે 71.93 ટકા ટેસ્ટ મેચ જીતી હતી ત્યારબાદ ડોન બ્રેડમેન 62.50 ટકા ટેસ્ટ મેચ જીતી હતી અને ત્યારબાદ રિકી પોન્ટીંગ જેણે 62.34 ટકા ટેસ્ટ મેચ જીતી હતી. આમ વિરાટ કોહલી 58.82 ટકા ટેસ્ટ જીત સાથે વિશ્વનો ચોથો સફળ ટેસ્ટ કેપ્ટન બન્યો છે.