Home » photogallery » sport » VIRAT KOHLI KA NAGIN DANCE VIRAT KOHLI NAGIN DANCE SOURAV GANGULY TAKES OFF JERSEY AT LORDS BALCONY KB
Ind vs Eng: વિરાટ કોહલીએ કર્યો નાગિન ડાન્સ, જ્યાં ગાંગુલીએ જીતની ખુશીમાં ઉતારી હતી જર્સી
Virat Kohli ka Nagin Dance: સોશિયલ મીડિયા પર વિરાટ કોહલી (Virat Kohli)નો નાગિન ડાન્સ પર ઘણા બધા મીમ્સ વાયરલ થઈ રહ્યા છે. તેના ડાન્સની તસવીર પર ચાહકો પણ ખૂબ મજા માણી રહ્યા છે.
નવી દિલ્હી. લોર્ડ્સની બાલ્કનીની તસવીર દરેક ભારતીયના હૃદયમાં છપાયેલી છે અને તે છે સૌરવ ગાંગુલીની જર્સી ઉતારીને ઈંગ્લેન્ડની જમીન પર વિજયની ઉજવણી કરી હતી . હવે એ જ બાલ્કનીમાંથી વિરાટ કોહલી ( Virat Kohli)ની તસવીર ખૂબ વાયરલ થઈ રહી છે.
2/ 5
2002 માં ગાંગુલીની કેપ્ટનશીપમાં ભારતે ઈંગ્લેન્ડને એ જ ધરતી પર નેટવેસ્ટ ટ્રોફીની ફાઇનલમાં હરાવ્યું હતું. જે બાદ ગાંગુલીએ લોર્ડ્સની બાલ્કનીમાં પોતાની જર્સી ઉતારીને વિજયની ઉજવણી કરી હતી.
3/ 5
હવે લોર્ડ્સની બાલ્કનીમાં વિરાટ કોહલીએ નાગિનડાન્સ કર્યો. જેની તસવીર હવે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.
4/ 5
તસવીરમાં મયંક અગ્રવાલ, કેએલ રાહુલ અને મોહમ્મદ સિરાજ તેમના ડાન્સની મજા માણી રહ્યા છે. કોહલીના ડાન્સ પર હવે સોશિયલ મીડિયા પર ફની મીમ્સ બનાવવામાં આવી રહ્યા છે.
5/ 5
કોહલીએ ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં 42 રન બનાવ્યા હતા. તેણે ત્રીજી વિકેટ માટે રાહુલ સાથે 117 રનની ભાગીદારી કરી હતી.