

કેનબેરાઃ ઓસ્ટ્રેલિયા (Australia)ની વિરુદ્ધ ચાલી રહેલી વનડે સીરીઝની ત્રીજી મેચમાં વિરાટ કોહલી (Virat Kohli)એ રેકોર્ડ તોડી દીધો છે. ત્રીજી અને અંતિમ વનડેમાં બુધવારે વિરાટ કોહલી પર પ્રતિષ્ઠા બચાવવાની જવાબદારી છે તેની સાથે જ કોહલીએ મોટી ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે. આઇસીસી રેન્કિંગ (ICC Ranking)માં દુનિયાના નંબર વન બેટ્સમેન વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે 23 રન કરતાં જ વનડે ઇન્ટરનેશનલમાં સૌથી ઝડપથી 12 હજાર રન પૂરા કરવાનો વર્લ્ડ રેકોર્ડ (World Record) પોતાના નામે કરી દીધો છે. (PHOTO-BCCI)


30 વર્ષીય વિરાટ કોહલી (Virat Kohli)એ સૌથી ઓછી ઇનિંગ એટલે કે 242 ઇનિંગમાં આ ઉપલબ્ધિ પ્રાપ્ત કરનારો બેટ્સમેન (Batsman) બની ગયો છે. તેણે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર (Sachin Tendulkar)ને પાછળ છોડી દીધો છે. સચિને 12 હજાર રન પૂરા કરવા માટે 300 ઇનિંગ રમવી પડી હતી. (Sachin Tendulkar/Instagram)


નોંધનીય છે કે, ટીમ ઈન્ડિયા (Team India)ના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)ના નામે સૌથી ઝડપી 8000, 9000, 10000 અને 11000 રન બનાવવાનો રેકોર્ડ પહેલાથી જ પોતાના નામે કર્યા છે. વિરાટ કોહલીએ આ મેચ પહેલા સુધી 250 વનડે મેચોની 241 ઇનિંગમાં 59.29 રનની એવરેજથી 11977 રન કર્યા હતા. (PHOTO-BCCI Twitter)


વિરાટ કોહલીએ 43 સદી અને 59 અડધી સદી ફટકારી છે. ત્રીજી વનડે પહેલા કોહલીના નામે 11977 રન હતા. તે માત્ર 23 રન જ દૂર હતો. જેને તેણે ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ સરળતાથી કરી દીધા. સૌથી વધુ સદી ફટકારવાની વાત કરીએ તો માત્ર સચિન તેંડુલકર જ વિરાટ કોહલીથી આગળ છે. સચિન તેંડુલકરે પોતાની વનડે કારકિર્દીમાં 49 સદી ફટકારી છે. (Virat Kohli Instagram)