ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી ચાહકોના સૌથી પ્રિય ખેલાડીઓમાંથી એક છે. જ્યારે તેઓ મેદાન પર હોય છે ત્યારે વિરોધી ટીમ ફ્ફડતી હોય છે. આ બંનેની પત્નીઓ પણ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે અને તેમની ફેન ફોલોઈંગ પણ સારી છે. ક્રિકેટના કારણે રોહિત અને વિરાટનો અભ્યાસ અધૂરો રહી ગયો હતો. પરંતુ બંનેની પત્નીઓ ખૂબ જ ભણેલી છે. અને બંને પાસે પ્રોફેશનલ ડિગ્રી છે. (Instagram)
બોલિવૂડ સ્ટાર અનુષ્કા શર્માએ 11 ડિસેમ્બર 2017ના રોજ પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા હતા. વિરાટે નાની ઉંમરમાં ટીમ ઈન્ડિયા સુધીની સફર ખેડી હતી ક્રિકેટને કરિયર તરીકે અપનાવવાને કારણે તે 12મા પછી અભ્યાસ કરી શક્યો નહીં. પરંતુ, અનુષ્કાએ આર્ટ્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે અને ત્યારબાદ તેણે ઈકોનોમિક્સમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે. તે પોતાની ફિલ્મ પ્રોડક્શન કંપની પણ ચલાવતી હતી. પરંતુ, માતા બન્યા બાદ તેણે આ જવાબદારી તેના ભાઈને સોંપી દીધી છે (Virat Kohli Instagram)
ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માની ગણતરી દુનિયાના સૌથી ખતરનાક બેટ્સમેનોમાં થાય છે. તેણે ક્રિકેટના મેદાનમાં મોટા બોલરોના સિક્સર છોડ્યા છે. પરંતુ, ક્રિકેટના કારણે તે પણ પોતાનો અભ્યાસ પૂરો કરી શક્યો ન હતો. રોહિતે મુંબઈની સ્વામી ઈન્ટરનેશનલ સ્કૂલ અને રિઝવી કોલેજ ઓફ આર્ટસ, સાયન્સ એન્ડ કોમર્સમાં અભ્યાસ કર્યો છે. તે 12મું પાસ છે. જ્યારે તેની પત્ની રિતિકા સજદે ગ્રેજ્યુએટ છે. પ્રોફેશનલ ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી, તેણે તેના ભાઈ બંટી સજદેની સ્પોર્ટ્સ મેનેજમેન્ટ કંપની સાથે સ્પોર્ટ્સ ઇવેન્ટ મેનેજર તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. (Rohit Sharma instagram)
ટીમ ઈન્ડિયાના યોર્કર કિંગ જસપ્રીત બુમરાહે પ્રારંભિક અભ્યાસ એ જ શાળામાંથી કર્યો હતો જેમાં તેની માતા પ્રિન્સિપાલ હતી. પરંતુ, ક્રિકેટ પ્રત્યેનો એવો શોખ હતો કે તેણે આ રમતમાં કારકિર્દી બનાવવા માટે 12મા ધોરણ પછી અભ્યાસ છોડી દીધો અને ખૂબ જ નાની ઉંમરે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પ્રવેશ કર્યો. બુમરાહે 2021માં સ્પોર્ટ્સ એન્કર સંજના ગણેશન સાથે લગ્ન કર્યા હતા. સંજનાએ તેનું સ્કૂલિંગ પૂણેની બિશપ્સ સ્કૂલમાંથી કર્યું છે. આ પછી તેણે સિમ્બાયોસિસ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી પૂણેમાંથી B.Tech ડિગ્રી લીધી. તે અભ્યાસમાં ખૂબ જ હોંશિયાર હતી અને તેણે સિમ્બાયોસિસમાં ગોલ્ડ મેડલ પણ મેળવ્યો હતો. (Jasprit Bumrah instagram)
દુનિયાના સૌથી મોટા બેટ્સમેનોને પણ પોતાની સ્પિન બોલિંગની જાળમાં ફસાવનાર યુઝવેન્દ્ર ચહલે હરિયાણાની મહાત્મા ગાંધી કોલેજ ઓફ હેલ્થ સાયન્સમાંથી સ્નાતક પૂર્ણ કર્યું. ચહલે પોતાનું સ્કૂલિંગ ડીએવી પબ્લિક સ્કૂલમાંથી કર્યું છે. પરંતુ તેમની પત્ની ધનશ્રી વર્માએ ડીવાય પાટિલ ડેન્ટલ કોલેજ, નવી મુંબઈમાંથી 2014માં અભ્યાસ કર્યો છે. તે એક ટ્રેન્ડ ડાન્સર પણ છે. (Yuzvendra Chahal instagram)
ભારતીય ઓફ સ્પિનર આર અશ્વિનનું શિક્ષણ સારું રહ્યું છે. તેમણે પદ્મ શેષાદ્રી બાલા ભવન અને સેન્ટ બેડેની એંગ્લો ઈન્ડિયન હાયર સેકન્ડરી સ્કૂલમાંથી શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યો. આ પછી, તેણે ચેન્નાઈની SS N કોલેજ ઓફ એન્જિનિયરિંગમાંથી ઇન્ફોર્મેશન ટેક્નોલોજીમાં B.Tech ડિગ્રી મેળવી. તેમની પત્ની પ્રીતિએ પણ આઈટીમાં ઈન્ફોર્મેશન ટેક્નોલોજીમાં બી.ટેક કર્યું છે (R Ashwin instagram)