પૂર્વ ભારતીય ક્રિકેટર 51 વર્ષીય વિનોદ કાંબલી અને તેની પત્ની પર 2015માં તેમની નોકરાણી દ્વારા મારપીટ કરવાનો આરોપ હતો. ત્યારે નોકરાણીએ કહ્યું હતું કે જ્યારે તેણીએ પગારની માંગણી કરવા માટે બંનેનો સંપર્ક કર્યો ત્યારે કાંબલી અને એન્ડ્રીયાએ તેની મારપીટ કરી અને ત્રણ દિવસ સુધી તેને રૂમમાં બંધ રાખી હતો. ત્યાર પછી સોની નામની નોકરાણીએ બંને વિરુદ્ધ FIR નોંધાવી હતી. (ઇન્સ્ટાગ્રામ)
વર્ષ 2015માં વિનોદ કાંબલીએ પૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુ સાથે દુર્વ્યવહાર કર્યો હતો. ત્યારે કાંબલીએ ભારતમાં ટીવી કાર્યક્રમોમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટરોને સામેલ કરવા પર નારાજગી વ્યક્ત કરી હતી. અને એ દરમિયાન તેણે સિદ્ધુને તેની 'બક બક' બંધ કરવા કહ્યું. આ સાથે તેના દ્વારા પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર રમીઝ રાજા સાથે પણ દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. કાંબલીએ પાછળથી કહ્યું હતું કે તેના ટ્વિટર હેન્ડલ પરથી તેના મિત્રએ આ ટ્વિટ કર્યું હતું. જો કે તે પછી તેણે પોતાની ટ્વીટ ડિલીટ કરી દીધી હતી. (Instagram)
વિનોદ કાંબલીએ વર્ષ 2009માં ટીમ ઈન્ડિયા પર ભેદભાવનો આરોપ લગાવ્યો હતો. ટીવી શો 'સચ કા સામના'માં તેણે કહ્યું હતું કે જ્યારે તે ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના મિત્ર સચિન તેંડુલકરે તેની મદદ કરી ન હતી. કાંબલીએ કહ્યું કે જો સચિન ઈચ્છતો હોત તો તેની ક્રિકેટ કારકિર્દી લાંબી થઈ શકત પણ એવું બન્યું નહોતુ. (Instagram)