ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટે હેમિલ્ટન વન-ડેમાં રોહિત શર્મા (7), શિખર ધવન (13), શુભમન ગિલ (9), કેદાર જાધવ (0) અને હાર્દિક પંડ્યા (16)ને પોતાનો શિકાર બનાવતા ભારતીય ટીમને 92 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. ન્યૂઝીલેન્ડની ટીમે 14.4 ઓવરમાં 2 વિકેટે 93 રન બનાવી મેચ જીતી લીધી હતી. શ્રેણીમાં ન્યૂઝીલેન્ડ પ્રથમ જીત મેળવવા સફળ રહ્યું છે. પાંચ મેચની શ્રેણીમાં ભારત 1-0થી આગળ છે. અંતિમ વન-ડે 3 ફેબ્રુઆરીએ રમાશે. બોલ્ટે 21 રનમાં 5 વિકેટ ઝડપી ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા હતા.
ટ્રેન્ટ બોલ્ટ વન-ડેમાં એક દેશમાં સૌથી ફાસ્ટ 100 વિકેટ ઝડપનાર દુનિયાનો પ્રથમ બોલર બન્યો છે. તેણે આમ ન્યૂઝીલેન્ડમાં કર્યું છે. આ પહેલા રેકોર્ડ પાકિસ્તાનના વકાર યૂનિસના નામે હતો. જેણે યુએઈમાં આવી સિદ્ધિ મેળવી હતી. ગ્લેન મેકગ્રા અને બ્રેટ લી એ ઓસ્ટ્રેલિયમાં આવી સિદ્ધિ મેળવી હતી. બંને 56-56 મેચ રમ્યા હતા આ જોડી ત્રીજા નંબરે છે.