ક્રિકેટ (Cricket)ને હંમેશાની જેન્ટલમેન્સની ગેમ (Game of Gentlemen) કહેવાય છે અને સમયાંતરે તેમાં વધી રહેલી સ્પર્ધા (Competition)એ ખેલાડીઓના સ્વાસ્થ્ય (Health of Players)ને ભારે અસર પહોંચાડી છે. ક્રિકેટરો પર રમત અને સારા પ્રદર્શનનું દબાણ તેમજ એકદમ ટાઇટ શિડ્યુલના કારણે માનસિક થાક (Mental Fatigue)નો ભોગ બને છે. પહેલા ખેલાડીઓના માનસિક થાકના મુદ્દા પ્રત્યે ખાસ ધ્યાન આપવામાં આવતું ન હતું. પરંતુ છેલ્લા થોડા વર્ષોથી આ મુદ્દો ખાસ ચર્ચામાં બની રહ્યો છે. જેણે ફેન્સનું ધ્યાન પણ ખેંચ્યું છે. ઘણા ક્રિકેટરોએ માનસિક થાકનો હવાલો આપીને ઇન્ટરનેશનલ ક્રિકેટ (International Cricket)માંથી સંન્યાસની જાહેરાત કરી છે. જે પૈકી અમુક દિગ્ગજ ક્રિકેટરો વિશે તમને જણાવવા જઇ રહ્યા છીએ.
<br />ટીમ પેન tim paine : ઓસ્ટ્રેલિયાના ટેસ્ટ કેપ્ટન તરીકે ટીમ પેને પહેલાં રાજીનામું આપ્યું હતું. ગત શુક્રવારે તેણે રાજીનામું ધર્યા બાદ ટેસ્ટ ટીમમાં પ્લેયર તરીકે રમવાની જાહેરાત કરી હતી. જોકે, આજે તેણે ક્રિકેટના દરેક ફોર્મેટમાંથી બ્રેક લઈને માનસિક સ્વાસ્થ્યના કારણે રમતને અલવિદા કહેવાનું નક્કી કર્યુ છે. પેનના બદલે પેટ કમિન્સની કેપ્ટન તરીકે પસંદગી કરવામાં આવી છે.<br />એશિઝ સિરીઝ શરૂ થવાના 3 સપ્તાહ પહેલા જ પેને 19 નવેમ્બરના રોજ એક બોમ્બશેલ જાહેરાતમાં ઑસ્ટ્રેલિયાની ટેસ્ટ કૅપ્ટનશીપ છોડી દીધી.
માર્કસ ટ્રેસ્કોથીક Marcus Trescothick : ઇંગ્લેન્ડના દમદાર ઓપનર માર્કસ ટ્રેસ્કોથીકની ક્રિકેટની કારકિર્દીનો અંત માનસિક થાક અને હતાશાના કારણે થયો હોવાનું કહેવાય છે. 32 વર્ષની ઉંમરે તે પોતાના કરિયરની ટોચ પર હતો, ત્યારે ટ્રેસ્કોથીકે વર્ષ 2006માં ભારતના પ્રવાસ દરમિયાન ઘરે જવા વિનંતી કરી હતી. તે જ વર્ષે ડિપ્રેશનના કારણે ટ્રેસ્કોથીકે રમતમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી.
ડેવિડ બેયરસ્ટો David Bairstow : 90ના દાયકારમાં બેરસ્ટોએ 25 ઇન્ટરનેશનલ મેચ રમ્યા હતા. ક્રિકેટરને તેની પત્ની જેનેટની માંદગી દરમિયાન માનસિક થાક અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. આ સિવાય 1997માં ડ્રિંક એન્ડ ડ્રાઇવના ચાર્જ સહિત વિકેટ કિપરને અનેક નાણાંકીય મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડ્યો હતો.
જોનથન ટ્રોટ Jonathan Trott : જોનાથન ટ્રોટ સ્વરૂપે ઈંગ્લેન્ડને એક વિશ્વસનીય અને દમદાર બેટ્સમેન મળ્યો હતો, જેણે તેની કારકિર્દીમાં કેટલીક યાદગાર સદી ફટકારી હતી. જોકે, વર્ષ 2013ની એશીઝ સીરીઝ ડાઉન અંડર સાથે બધું બદલી ગયું, જ્યાં મિશેલ જ્હોન્સને દમદાર બાઉન્સર્સ સાથે ઇંગ્લેન્ડના બેટિંગ ક્રમને તોડી નાંખ્યો હતો. જ્હોન્સની ઝપેટમાં આવ્યા બાદ ટ્રોટે અચાનક જ પ્રવાસમાંથી બહાર થવાનો નિર્ણય કર્યો અને લાંબા સમયથી માનસિક તણાવની સ્થિતિના કારણે રમતમાંથી પોતાની નિવૃત્તિ જાહેર કરી હતી. જોકે, 2018માં તેણે Warwickshire માટે કાઉન્ટી ક્રિકેટ રમ્યો હતો. અને બાદમાં એન્ઝાઇટી ડિસઓર્ડરનો હવાલો આપીને તે પણ છોડી દીધું હતું.
એન્ડ્ર્યુ ફ્લિન્ટોફ Andrew Flintoff : ઇંગ્લેન્ડ ક્રિકેટના સૌથી મોટા સ્ટાર ખેલાડીઓ પૈકી એક ઓલરાઇન્ડર એન્ડ્ર્યુ ફ્લિન્ટોફ પણ માનસિક સ્વાસ્થ્ય સામે ઝઝૂમી રહ્યા હતા. જેના કારણે ક્રિકેટરને વર્ષ 2010માં પોતાના કરિયરનો અંત કરવાની ફરજ પડી હતી. ફ્લિન્ટોફ વર્ષ 2005ની એશીઝ સીરીઝમાં પ્લેયર ઓફ ધ સીરીઝ રહી ચૂક્યા છે. આ હાઇ-ઓક્ટેન સીરીઝમાં ખેલાડીએ દરેક વિભાગમાં પોતાનું યોગદાન આપ્યું હતું.
સારા ટેલર Sarah Taylor : ઇંગ્લેન્ડની મહિલા ક્રિકેટર કે જે માનસિક સ્વાસ્થ્ય સાથે ખરાબ રીતે ઝઝૂમી રહી હતી, વિકેટકિપર-બેટર સારા ટેલર જેણે વર્ષ 2017માં મહિલા વિશ્વ કપ પોતાની ટીમના નામે કર્યો હતો. ટેલર તેના દમદાર ગ્લોવવર્ક માટે જાણીતી હતી. તેણી વર્લ્ડ કપના ટોચના સ્કોરર્સમાં સામેલ હતી. જોકે, ટેલરે માનસિક તણાવની અસર બેટિંગ પર થવાનો હવાલો આપી ક્રિકેટમાંથી પોતાની દૂર કરી લેતા અંગ્રેજી ક્રિકેટ કોમ્યુનિટીને ભારે આંચકો લાગ્યો હતો.