ટોક્યો ઓલિમ્પિક્સ 2020 આજથી (Tokyo Olympics 2020) શરૂ થઈ રહ્યુ છે. ગુજરાત (Gujarat) રાજ્યના 60 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત રાજ્યના 6 રમતવીરો (Six players of Gujarat) આગામી ઓલિમ્પિક્સમાં ભારતનું (India) પ્રતિનિધિત્વ કરશે. આ સાથે જ ગુજરાતની છ મહિલાઓ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવા જઈ રહી છે. ગુજરાતના ઇતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે એક સાથે મળીને ઘણા બધા રમતવીરોને ઓલિમ્પિક્સ (Olympics-paralympics) માટે પસંદ કરવામાં આવ્યા છે. ગુજરાતમાંથી માના પટેલ સ્વિમિંગમાં, અંકિતા રૈના ટેનિસ, સોનલ પટેલ, પેરા ટેબલ ટેનિસ, ભાવિના પટેલ પેરા ટેબલ ટેનિસ, ઈલાવેનિલ વલારીવન શૂટિંગમાં, અને પારૂલ પરમારની પેરા બેડમિન્ટ રમત માટે પસંદગી થઈ છે. જ્યારે આ દીકરીઓ રાજ્યના અને દેશના ગૌરવ વધારવા માટે ટોક્યો પોતાની પ્રતિભા દર્શાવશે ત્યારે જાણીએ તેમના વિશે ટૂંકો પરિચય
માના પટેલ - સ્વિમિંગ માના પટેલ, ગુજરાતના અમદાવાદની રહેવાસી છે. તે ટોક્યો ઓલિમ્પિક્સમાં 100 મીટર બેકસ્ટ્રોકમાં ભાગ લેશે. માનાને અગાઉ પણ ઓલિમ્પિક્સમાં વર્ષ 2015ની સ્પર્ધાઓ સિલ્વર મેડલ મળ્યો હતો. વર્ષ 2000માં માર્ચ મહિનાની 18મી તારીખે જન્મેલી માના દેશની સર્વોચ્ચ ક્રમાંક ધરાવતી સ્વિમર છે. માનાએ નેશનલ એક્વાટિક્સ ચેમ્પિયશીપમાં ત્રણ રેકોર્ડ તોડ્યા છે. આ ઉપરાંત તે નેશનલ ગેમ્સમાં 50 મીટર બેકસ્ટ્રોક્સ, 200 મીટર બેકસ્ટ્રોકમાં ગોલ્ડ જીતી ચુકી છે. માના ઓલિમ્પિક્સ ગોલ્ડ ક્વેસ્ટ દ્વારા સાઇન થનાર પ્રથમ સ્વીમીર છે.
3. ઈલાવેનિલ વલારીવન - શૂટિંગ મૂળ તમિલનાડુના વતની વલારીવન પરિવારની દીકરી ઈલાવેનિલનો જન્મ અમદાવાદમાં થયો હતો. ઈલાવેનિલે શૂટિંગની તાલિમ અમદાવાદમાંથી લીધી અને તેણે વિવિધ સ્પર્ધાઓમાં ગોલ્ડ-સિલ્વર મેડલ જીત્યા હતા. ઈલાવેનિલ 21 વર્ષની છે અને અગાઉ તે શૂટિંગમાં વિશ્વ ક્રમાંક -1 સુધી પહોંચી ચુકી છે. ટોકિયો ઓલિમ્પિક્સ માટે શૂટરની 15 ખેલાડીની ટીમ તૈયાર થઇ છે. જેમાં ગુજરાતની ઇલાવેનિલનું નામ પણ સામેલ છે. તેમણે ગત મહિને આયોજીત દિલ્લી વર્લ્ડ ક્લબમાં ગોલ્ડ મેડલ પોતાના નામ કર્યું હતું.
2 અંકિતા રૈના - ટેનિસ 28 વર્ષીય અંકિતા રૈનાને આમ તો કોઈ પરિચયની જરૂર નથી. અંકિતા જાણીતી ટેનિસ ખેલાડી છે. વર્લ્ડ રેન્કિંગમાં 95મો ક્રમાંક ધરાવતી અંકિતા અમદાવાદની રહેવાસી છે. અંકિતાએ અત્યારસુધીમાં 11 સિંગલ્સ અને 18 ડબલ્સના ટાઇટલ જીત્યા છે. મૂળ કાશ્મીરી પંડિત પરિવારની દીકરી અકિતા ટોક્યો ઓલિમ્પિક્સમાં ડબલ્સમાં સાનિયા મિર્ઝા સાથે રમશે
4 પારૂલ પરમાર - પેરાબેડમિન્ટ પારૂલ પરમાર પેરા બેડમિન્ટનમાં એસ.એલ-3 સિંગલ્સ કેટેગરીના ખેલાડી છે. તેમનો રેન્કિંગ આ ક્ષેત્રમાં છેલ્લા દોઢ દાયકાથી નંબર-1 છે. ઓલિમ્પિક્સમાં આ કેટેગરી ન હોવાથી તેઓ એસ.એલ-4માં રમવાના છે. વર્ષ 2009ના અર્જૂન એવોર્ડી પારૂલ પરમારને આ રમત પિતા તરફથી વારસામાં મળી છે જેઓ એક બેડમિન્ટ ખેલાડી હતા. પારૂલ પરમાર મૂળ ગાંધીનગરના રહેવાસી છે.
5 સોનલ પટેલ - પેરા ટેબલ ટેનિસ અમદાવાદના વતની સોનલ પટેલ 34 વર્ષના છે. શહેરના ગોતા વિસ્તારમાં રહેતા સોનલ બહેન દિવ્યાંગ હોવાના કારણે શિક્ષક બનીને સમાજની સેવા કરવા માંગતા હતા. જોકે, તેમના નસીબમાં રમત લખાયેલી હતી. હાલમાં પેરા ટેબલ ટેનિસના વર્લ્ડ રેન્કિંગમાં તેઓ 19માં ક્રમાંક છે. તેઓ ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
6 ભાવિના પટેલ - પેરા ટેબલ ટેનિસ પેરાલિમ્પિક્સમાં પસંદ થયેલા ભાવિના પટેલે અત્યારસુધીમાં 28વાર ભારતનું પ્રતિનિધિત્વ કરી ચુક્યા છે. તેમણે અત્યારસુધીમાં 5 ગોલ્ડ, 13 સિલ્વર અને 8 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. મૂળ ગ્રામિણ વિસ્તારના ભાવિના અમદાવાદમાં બ્રાઇન્ડ પીપલ્સ એસોસિએશનમાં આઈઆઈટીનો કોર્સ કરતા હતા તે વખતે તેમને આ રમતમાં રસ પડ્યો અને બાકી બધો ઇતિહાસ છે