ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ટીમ પેન (Tim paine Resignation)એ એશિઝ સિરીઝ પહેલાં રાજીનામું ધરી દીધું છે. ટીમ પેન પર ટીમ સાથે કામ કરતી યુવતીને અશ્વીલ મેસેજ મોકલવાનો આરોપ હતો. આ કૃત્યુ તેમણે વર્ષ 2017માં કથિત રીતે કર્યુહતું. જોકે, આ મેસેજ સાર્વજનિક થવાની ભીતિએ કેપ્ટનશીપ (tim paine Sextting) છોડી છે અને પોતાની ભૂલ સ્વીકારી છે. પેને આ અંગે માફી પણ માગી લીધી છે. જોકે, ક્રિકેટમાં પહેલીવાર નથી. પેનથી લઈને આફ્રિદી સુધી અનેક ક્રિકેટરો સેક્સ સ્કેન્ડલમાં ( Cricketers sex Scandal) ફસાઈ ચુક્યા છે.
શેન વોન (Shane Warne) શેન વોનની ગણતરી ક્રિકેટના મહાન ખેલાડીઓમાં થાય છે. તેના નામે ઘણા રેકોર્ડસ છે. આ સાથે સેક્સ સ્કેન્ડલમાં પણ તેનો રેકોર્ડ રહ્યો હોવાનું કહેવાય છે. તેને ઘણી મહિલાઓ સાથે આડા સબંધ રહી ચૂક્યા છે. જેમાં બ્રિટનની નર્સ, મેલબોર્નની સ્ટ્રીપર, તેની ગર્લફ્રેન્ડ એલિઝાબેથ હરલી સહિતની ઘણી મહિલાઓ શામેલ હોવાનું કહેવાય છે. તેણે ઘણા સંબંધો જાહેરમાં બાંધ્યા છે. જોકે, આ બધામાં સૌથી ચોંકાવનારો ખુલાસો 2006માં કાઉન્ટી ચેમ્પિયનશીપની રમત અગાઉ થયો હતો. જ્યાં તેણે કેટલીક મોડેલો સાથે શારીરિક સંબંધો રાખ્યા હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. તેણે પોતાના પુસ્તક 'નો સ્પિન'માં આ વાતનો ઉલ્લેખ કર્યો છે
કેવિન પીટરસન (Kevin Peterson) સેક્સ સ્કેન્ડલ બાબતે કેવિન પીટરસનનો રેકોર્ડ પણ ખરાબ રહ્યો છે. સાઉથ આફ્રિકામાં જન્મેલા કેવિન પીટરસન તેની સ્ટાઇલિશ બેટિંગ માટે જાણીતો છે. જોકે, મેદાનની બહાર તેના પર ઘણા કાદવ ઉછાળવામાં આવ્યો છે. તેને પ્લેબોયની મોડેલ વેનેસા નિમ્મો સાથે સંબંધ હતા. પણ તેણે માત્ર SMS કરી આ સંબંધ તોડી નાખ્યા હતા. ત્યારબાદ વેનેસાએ દાવો કર્યો હતો કે, કેવિન સેક્સ માટે બેતાબ હતો અને આખો દિવસ મને હેરાન કરતો હતો.
શાહિદ આફ્રિદી (Shahi Afridi) પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી ક્રિકેટ કારકિર્દીના પ્રારંભિક તબક્કામાં મોટા વિવાદમાં ફસાઈ ગયો હતો. તે કરાચીની હોટલના રૂમમાં તેની ટીમના સાથી અતિક-ઉઝ-ઝમાન અને હસન રઝા સાથે યુવતીઓ વચ્ચે પકડાયો હતો. ક્રિકેટરોએ દાવો કર્યો હતો કે, યુવતીઓ તેમની પાસે ઓટોગ્રાફ માટે આવી હતી, પરંતુ પીસીબીએ ત્રણેય ખેલાડીઓને આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2000માં રમવા પર પ્રતિબંધ મૂક્યો હતો
ક્રિસ ગેલ (Chris Gayle) ક્રિસ ગેલ રંગીન સ્વભાવ માટે જાણીતો છે. તેને યુનિવર્સ બોસના નામથી ઓળખવામાં આવે છે. તે 2012ની આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન ચર્ચામાં રહ્યો હતો. તે 3 બ્રિટિશ મહિલાઓ સાથે હોટલના રૂમમાં જોવા મળ્યો હતો. જોકે પોલીસના હસ્તક્ષેપ બાદ આ કેસમાં રફેદફે કરી દેવાયો હતો. થોડા વર્ષો પહેલા તેણે લાઇવ ઇન્ટરવ્યુ દરમિયાન ઓસ્ટ્રેલિયન ટીવી પ્રેઝન્ટર મેલ મેકલોફલિનને ડ્રિન્ક્સ માટે પૂછ્યું ત્યારે તેને BBLમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. તેણે પત્રકાર ચાર્લોટ એડવર્ડ્સ સાથેના ઇન્ટરવ્યૂમાં પણ વિવાદાસ્પદ નિવેદન આપ્યા હતા.
હર્શેલ ગિબ્સ (Hershel Gibbs) સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ ક્રિકેટર હર્શેલ ગિબ્સ પોતાની આત્મકથા 'ટુ ધ પોઇન્ટ'માં પોતાની સેક્સ લાઇફ સાથે સંબંધિત અનેક ખુલાસા કર્યા હતા. ઓસ્ટ્રેલિયા સામેની વર્લ્ડ કપ 1999ની ગ્રુપ ગેમ થયેલા કિસ્સાનું ઉદાહરણ આપતા ગિબ્સે લખ્યું હતું કે 'હું જાણતો હતો કે હું સદી ફટકારવાનો છું. કદાચ મારી બાજુના પલંગ પર સૂતેલી છોકરીએ મને પ્રેરણા આપી હશે. તે હોટલમાં કામ કરતી હતું. જ્યાં મેં તેની સાથે મિત્રતા કરી હતી. મને લાગે છે કે તે મારી લકી ચાર્મ હતી.
અસદ રઉફ (Assad Rauf ) મુંબઈની મોડેલ લીના કપૂરે દાવો કર્યો હતો કે, પાકિસ્તાની અમ્પાયર અસદ રઉફ સાથે તેના શારીરિક સંબંધો છે. મોડેલે પોલીસને ફરિયાદ કરી હતી અને આરોપ લગાવ્યો હતો કે અમ્પાયરે લગ્નનું વચન આપીને 6 મહિના સુધી તેનું જાતીય શોષણ કર્યું હતું. લીનાએ રઉફ સાથે હોટલના રૂમમાં લીધેલી તસવીર જાહેર કરી હતી. આ ઘટના બાદ આઇપીએલ અમ્પાયરિંગમાંથી તેને પડતો મૂકવામાં આવ્યો હતો.
સ્કોટ કુગેલેઇજન ન્યુઝીલેન્ડના ખેલાડી પર મહિલા પર બળાત્કાર કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ કેસમાં 2016માં સુનાવણી હાથ ધરાઈ હતી. તેને જ્યુરીએ તેને દોષી જાહેર કર્યો ન હતો. અલબત્ત આરોપ લાગ્યા બાદ તેની સામે રોષ ફાટી નીકળ્યો હતો. તેણે કોર્ટને કહ્યું હતું કે, મહિલા ઉશ્કેરણીજનક કપડાં પહેર્યા હતા અને તે પુરુષને શોધી રહી હતી.