ટીમ ઇન્ડિયાના સ્ટાર પ્લેયર યુવરાજ સિંહે નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. 19 વર્ષથી દેશ માટે શાનદાર ઇનિંગ્સ રમનાર યુવરાજે ફેરવેલ મેચ રમ્યા વગર ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. ભારતનો સ્ટાર પ્લેયર ફેરવેલ મેચ વગર નિવૃત થઈ રહ્યો હોય તેવો પહેલા બનાવ નથી. પહેલા પણ ઘણા સ્ટાર ખેલાડીઓ મેદાન ઉપર ફેરવેલ મેચ રમ્યા વગર નિવૃત્ત થયા છે.
વીરેન્દ્ર સેહવાગ - ટીમ ઇન્ડિયાના આક્રમક ઓપનર સેહવાગે પોતાના 37માં જન્મ દિવસે નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી. 2011ના વર્લ્ડ કપમાં ટીમને દરેક મેચમાં શાનદાર શરુઆત અપાવનાર સેહવાગે ઝહિર ખાનની નિવૃત્તિના પાંચ દિવસ પછી એટલે કે 20 ઓક્ટોબર 2015ના રોજ નિવૃત્તિની જાહેરાત કરી હતી. સહેવાગે 251 વન-ડેમાં 8273 રન બનાવ્યા છે.