ઈન્ડિયન પ્રીમીયર લીગ (આઈપીએલ 2019)ની 11મી સીઝન જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ-તેમ તેને લઈને ફેન્સમાં ઉત્સુક્તા વધી રહી છે. આજે આઈપીએલ 2019ની પહેલી હરાજી થશે. નીલામીમાં નવા પ્લેયર્સને ખરીદવા માટે અલગ-અલગ ફ્રેન્ચાઇઝીએ ફેન્સને હવે આકર્ષવાનું શરૂ કરી દીધું છે. જોકે, આવતા વર્ષે યોજાનારા વર્લ્ડ કપના કારણે, એવા અનેક પ્લેયર્સ છે જેમને આ વર્ષે જાતે ટૂર્નામેન્ટથી બહાર નીકળી ગયા છે અને ભારતીય પ્રશંસકોને ચોક્કસ તેમની ગેરહાજરી વર્તાશે. આપને એવા 5 પ્લેયર્સ વિશે જણાવીએ છીએ જે અગાઉની સીઝનમાં મોટી રકમ મેળવતાં હતા પરંતુ આ વર્ષે આઈપીએલમાં સામેલ નહીં થાય.
ઓસ્ટ્રેલિયાનો ઓલ રાઉન્ડર ગ્લેન મેક્સવેલ ઘણા વર્ષોથી આઈપીએલનો સ્ટાર પ્લેયર રહ્યો છે. પરંતુ પોતાના દેશ માટે વર્લ્ડ કપની તૈયારી કરવા માટે તેણે આ વર્ષે ટૂર્નામેન્ટ છોડવાનો નિર્ણય કર્યો છે. તે દિલ્હી ડેરડેવિલ્સ સાથે હતો, જેને ગઈ સીઝનમાં 9 કરોડ રૂપિયા (લગભગ 1.4 મિલિયન અમેરકિન ડોલર)માં ખરીદવામાં આવ્યો હતો.
આવતા વર્ષે વર્લ્ડ કપના કારણે આઈપીએલની હરાજીમાં ભાગ લેવા માટે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે ફાસ્ટ બોલર મુસ્તફિજુર રહમાનને નો ઓબ્જેક્શન સર્ટિફીક.ટ નથી આપ્યું. તેને ગયા વર્ષે 2.20 કરોડ રૂપિયામાં મુંબઈ ઈન્ડિયન્સે ખરીદ્યો હતો, પરંતુ પ્રભાવશાળી પ્રદર્શન ન આપવાના કારણે તેનો કોન્ટ્રાક્ટ ખતમ કરી દેવામાં આવ્યો હતો.