હાર્દિક ટેસ્ટ ક્રિકેટમાં સદી લગાવવા સિવાય પાંચ વિકેટ લેવાનો રેકોર્ડ સૌથી ફાસ્ટ કરવાના મામલામાં કપિલ દેવ અને સલીમ દુર્રાની સાથે સંયુક્તરૂપે ચોથો ખેલાડી બની ગયો છે. આ રેકોર્ડ આર અશ્વિનના નામે છે, જેણે આવું ત્રણ મેચમાં કરી બતાવ્યું છે. જ્યારે લાલા અમરનાથે ચાર, વીનૂ માકડે 6 અને દત્તૂ ફડકરે સાત મેચોમાં આવું કરી બતાવ્યું છે.