રોહિત શર્મા આંતરરાષ્ટ્રીય ટી-20માં 100 સિક્સરથી બે કદમ દૂર છે. તેના નામે 91 મેચમાં 98 સિક્સરો છે. જો તે બે સિક્સરો ફટકારી દેશે તો સિક્સરોની સદી ફટકારનાર દુનિયાનો ત્રીજો ક્રિકેટર બની જશે. ક્રિસ ગેઈલ અને માર્ટિન ગુપ્ટિલના નામે 103 સિક્સર છે. સિક્સરોના મામલે બંને પ્રથમ ક્રમાંકે છે.