ભારતીય ક્રિકેટરો (Indian Cricketers) મેચમાં પોતાના પ્રદર્શનની સાથે અન્ય બાબતોને લઇને પણ અવારનવાર ચર્ચાઓમાં રહે છે. ક્રિકેટ (Cricket)ની વાતો ઉપરાંત લોકો દરેક ખેલાડીના અંગત જીવન (Cricketers Personal Life)માં ડોકિયુ કરવા તમામ પ્રયાસો કરે છે અને ક્રિકેટરો પણ ક્યારે પોતાની ગેમ તો ક્યારેક પોતાની પર્સનલ લાઇફને લઇને લાઇમલાઇટમાં રહે છે. અમુક વખત અફવાઓ તો અમુક વખત હકીકત, કોઇ પણ કારણ હોય ફેન્સ માટે તેમના ફેવરિટ ખેલાડીઓ વિશે બધું જાણવાની આતુરતા ક્યારેય પૂરી થતી નથી. તેથી આજે અમે તમને ભારતીય ક્રિકેટનું ભવિષ્ય ગણાતા ટોપ 5 ખેલાડીઓની લવ સ્ટોરી(Love Story of Young Cricketers) વિશે જણાવવા જઇ રહ્યા છીએ
રિષભ પંત – ઇશા નેગી ઉત્તરાખંડમાં જન્મેલા રિષભ પંતે સોનેટ ક્રિકેટ એકેડેમીમાંથી તારક સિન્હા પાસે ક્રિકેટની ટ્રેનિંગ લીધી હતી. રિષભે વર્ષ 2016માં અંડર-19 વર્લ્ડ કપમાં રમેલી મેચ તેના કરિયર માટે મોટો વળાંક સાબિત થઇ હતી. હાલ તે આઇપીએલની ટીમ દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન છે. આ ડેશિંગ કેપ્ટન રિષભ પંત ઇશા નેગી સાથે પોતાના સંબંધો ઓફિશ્યલ કરી ચૂક્યો છે. ઇશા એન્ટરપ્રિન્યોર અને ઇન્ટીરિયર ડિઝાઇનર છે
પૃથ્વી શો – પ્રાચી સિંહ પૃથ્વીએ માત્ર 14 વર્ષની ઉમરે રેકોર્ડ બનાવ્યો હતો અને તે તેના જીવન માટે મહત્વપૂર્ણ વળાંક હતો. જોકે, તેનો રેકોર્ડ વર્ષ 2016માં પ્રણવ ધનવાડેએ તોડ્યો હતો. પૃથ્વી રાઇટ હેન્ડેડ બેટ્સમેન છે અને તે આઇપીએલમાં દિલ્હી કેપિટલ્સ માટે રમે છે. સચિન તેડુંલકર બાદ પૃથ્વી ટેસ્ટ સેન્ચુરી બનાવનાર બીજો સૌથી યુવાન ભારતીય ખેલાડી છે. વર્ષ 2020માં ટીવી એક્ટ્રેસ પ્રાચી સિંહ સાથે સંબંધની અફવાઓને લઇને તે ચર્ચાઓમાં આવ્યો હતો. પ્રાચીએ કલર્સ ટીવીમાં પ્રસારિત થતી સિરીયલ ઉડાન બાદ ભારે ખ્યાતિ મેળવી છે. જેમાં તેણે વંશિકા શર્માની ભૂમિકાન નિભાવી હતી. બંને ઘણી વખત એકબીજાની પોસ્ટ પર કમેન્ટ્સ કરતા રહે છે.
કે. એલ રાહુલ – આથિયા શેટ્ટી કન્નોર લોકેશ રાહુલને કેએલ રાહુલ તરીકે ઓળવાખામાં આવે છે. તેને પોતાના શાળા કાળ દરમિયાન જ ક્રિકેટ સાથે લગાવ થઇ ગયો હતો. ક્રિકેટર કેએલ રાહુલ આઇપીએલમાં પંજાબ કિંગ્સનો કેપ્ટન છે. તેણે પહેલી વખત વર્ષ 2010માં અંડર-19 વર્લ્ડ કપ માટે ભારત માટે મેચ રમી અને ત્યાર બાદ વર્ષ 2013માં આઇપીએલમાં શરૂઆત કરી હતી.<br /> આ ખેલાડી અભિનેતા સુનિલ શેટ્ટીની દિકરી આથિયા શેટ્ટીને ડેટ કરી રહ્યો હોવાની અફવાઓએ ભારે જોર પકડ્યું છે. વર્ષ 2019માં સુત્રો પાસે મળેલી માહિતી અનુસાર બંને કથિત રીતે એકબીજા સાથે રિલેશનશીપમાં છે અને બંને એક મ્યુચુઅલ ફ્રેન્ડ દ્વારા મળ્યા હતા. જોકે, બંનેમાંથી કોઇએ પણ આ સંબંધને ઓફિશ્યલ સ્વીકૃતિ આપી નથી. પરંતુ બંને એકબીજાને સોશ્યલ મીડિયા પર કમેન્ટ્સ અને પ્રોત્સાહનન પૂરૂ પાડતા જોવા મળે છે.
ઇશાન કિશન – અદિતી હુંડીયા બિહારમાં જન્મેલો ઇશાન પ્રણવ કુમાર પાંડે કિશન વર્ષ 2016માં ચર્ચાઓમાં આવ્યો હતો. તે સમયે તેણે ઢાકામાં યોજાયેલ અંડર-19 વર્લ્ડ કપમાં ભારતીય ટીમનું નેતૃત્વ સંભાળ્યું હતું. તેણે પોતાનું ઇન્ટરનેશનલ ડેબ્યુ વર્ષ 2021માં કર્યુ હતું. ઇશાન કિશન લેફ્ટ હેન્ડેડ બેટ્સમેન અને વિકેટ કિપર છે. તે આઇપીએલમાં મુંબઇ ઇન્ડિયન્સ માટે રમે છે.<br /> ઇશાન કથિત રીતે અદિતી હુંડિયા સાથે રિલેશનશીપમાં છે. અદિતીએ વર્ષ 2017માં પોતાના કરિયરની શરૂઆત મિસ ઇન્ડિયા પેજન્ટ સાથે કરી હતી. જેમાં તેને FBB કલર્સ ફેમિના મિસ ઇન્ડિયા રાજસ્થાનનો તાજ પહેરવામાં આવ્યો હતો. બંને એકબીજાને 2 વર્ષથી ડેટ કરી રહ્યા છે અને બંનેના સોશ્યલ મીડિયા અને ઇન્સ્ટાગ્રામ તેમના સંબંધ અંગે સ્પષ્ટતા કરી રહ્યા છે.
શુભમ ગીલ – સારા તેંડુલકj વર્ષ 2018માં અંડર-19માં પોતાના શાનદાર મેચ બાદ શુભમ ગીલ પ્રત્યે અપેક્ષાઓ વધી ગઈ છે. આપણે તેને ખૂબ સારા પર્ફોમન્સ સાથે જોઇ શકશું તેવી આશા છે. 2019માં આઇપીએલમાં ગીલનું પ્રદર્શન ખૂબ દમદાર હતું અને તેને ઇમર્જીંગ પ્લેટયર ઓફ ધ યરનો એવોર્ડ પણ મળ્યો હતો.<br /> અફવાઓ છે કે, તે સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકરને ડેટ કરી રહ્યો છે. આઇપીએલ 2020માં સારા સોશ્યલ મીડિયા પર પોતાના મનપસંદ ખેલાડીઓને સપોર્ટ કરતી નજરે પડી હતી.