ક્રિકેટના T20 ફોર્મેટને બેટ્સમેન (Batsman) માટે વધુ અનુકૂળ માનવામાં આવે છે. પરંતુ હાલના T20 વર્લ્ડ કપ (T20 world cup)માં બોલર્સ (Bowlers) નો જાદુ પણ આકર્ષણનું કેન્દ્ર રહ્યો હતો. ઘણી મેચમાં બેટ્સમેન કરતા બોલર્સ વધુ સફળ સાબિત થયા હતા. આજે અહીં T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનાર ટોપ 10 બોલર્સ (Leading Wicket-Takers of the Season)અંગે જાણકારી આપવામાં આવી છે.
વાનિન્દુ હસરંગા (Wanindu Hasaranga) : શ્રીલંકાની ક્રિકેટ ટિમ T20 વર્લ્ડ કપમાં કંઈ ખાસ ઉકાળી શકી નહોતી. પરંતુ શ્રીલંકાના બોલર વાનિન્દુ હસરંગાએ ટુર્નામેન્ટમાં ખૂબ સારી બોલિંગ કરી બેટ્સમેનો માટે સમસ્યાઓ ઉભી કરી હતી. 8 મેચમાં તેણે 16 વિકેટ ઝડપી હતી અને સૌથી વધુ વિકેટ લેનારાના ચાર્ટમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું.