Home » photogallery » રમતો » શાહરુખ ખાન અમેરિકામાં બનાવી રહ્યો છે શાનદાર સ્ટેડિયમ, ટી 20 વર્લ્ડ કપની મેચો અહીં રમાશે

શાહરુખ ખાન અમેરિકામાં બનાવી રહ્યો છે શાનદાર સ્ટેડિયમ, ટી 20 વર્લ્ડ કપની મેચો અહીં રમાશે

T20 world cup 2024: ટી 20 વર્લ્ડ કપને લઈને અત્યારથી ચર્ચાઓ શરુ થઈ ગઈ છે. આઈસીસી તરફથી મેજબાન દેશની ઘોષણા કરવામા આવી ચુકી છે. ટૂર્નામેન્ટની મેચ વેસ્ટઈંડીઝ અને અમેરિકામાં 2024માં સંયુક્ત રીતે થશે. મેજબાન હોવાના નાતે અમેરિકાની ટીમ વર્લ્ડ કપમાં ઉતરશે. એ પણ ઈતિહાસ છે કે, અમેરિકા પહેલી વાર કોઈ વર્લ્ડ કપમાં રમશે.

विज्ञापन

  • 16

    શાહરુખ ખાન અમેરિકામાં બનાવી રહ્યો છે શાનદાર સ્ટેડિયમ, ટી 20 વર્લ્ડ કપની મેચો અહીં રમાશે

    ટી 20 વર્લ્ડ કપને લઈને અત્યારથી ચર્ચાઓ શરુ થઈ ગઈ છે. આઈસીસી તરફથી મેજબાન દેશની ઘોષણા કરવામા આવી ચુકી છે. ટૂર્નામેન્ટની મેચ વેસ્ટઈંડીઝ અને અમેરિકામાં 2024માં સંયુક્ત રીતે થશે. મેજબાન હોવાના નાતે અમેરિકાની ટીમ વર્લ્ડ કપમાં ઉતરશે. એ પણ ઈતિહાસ છે કે, અમેરિકા પહેલી વાર કોઈ વર્લ્ડ કપમાં રમશે.

    MORE
    GALLERIES

  • 26

    શાહરુખ ખાન અમેરિકામાં બનાવી રહ્યો છે શાનદાર સ્ટેડિયમ, ટી 20 વર્લ્ડ કપની મેચો અહીં રમાશે

    આઈસીસી દર વર્ષે એક મોટી ટૂર્નામેન્ટ કરાવાની યોજના બનાવી ચુક્યું છે. દરેક મોટા દેશ પોતાની ટી 20 લીગ કરાવી રહ્યા છે. તેનાથી તેમની કમાણી પણ વધી રહી છે. ત્યારે આવા સમયે ક્રિકેટની વર્લ્ડ કપ સંસ્થા આઈસીસી પણ પાછળ રહેવા નથી માગતી. વન ડે વર્લ્ડ કપની મેચ આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં થવાની છે. તો વળી આગામી વર્ષે એટલે કે, 2024માં ટી 20 વર્લ્ડ કપની મેચ વેસ્ટઈંડિઝ અને અમેરિકામાં સંયુક્ત રીતે રમાશે. (AFP)

    MORE
    GALLERIES

  • 36

    શાહરુખ ખાન અમેરિકામાં બનાવી રહ્યો છે શાનદાર સ્ટેડિયમ, ટી 20 વર્લ્ડ કપની મેચો અહીં રમાશે

    અમેરિકામાં પહેલી વાર આઈસીસી વર્લ્ડ કપની મેચ યોજાશે. સાથે જ ટીમ પહેલી વાર ટી 20 વર્લ્ડ કપમાં રમતી જોઈ શકાશે. મેજબાન હોવાના નાતે તેમને આ મોકો મળ્યો છે. 2024માં ટીમોની સંખ્યા વધીને 20 થઈ ગઈ છે. આ અગાઉ મોટા ભાગે 16 ટીમો જ ટી 20 વર્લ્ડ કપ રમવાનો મોકો મળ્યો હતો. વર્લ્ડ કપને રોચક બનાવવા અને નાની ટીમોને મોકો આપવા માટે આઈસીસીની ટીમોની સંક્યા વધારવાનો નિર્ણય કર્યો છે. ટી 20 વર્લ્ડ કપ દર 2 વર્ષે રમાય છે. (AFP)

    MORE
    GALLERIES

  • 46

    શાહરુખ ખાન અમેરિકામાં બનાવી રહ્યો છે શાનદાર સ્ટેડિયમ, ટી 20 વર્લ્ડ કપની મેચો અહીં રમાશે

    કોરોનાના કારણે 2021 અને 2022માં સતત 2 વર્ષ ટી 20 વર્લ્ડ કપ આયોજન કરવું પડ્યું. ગત વર્ષે ઓસ્ટ્રેલિયામાં થયેલ ટૂર્નામેન્ટનો ખિતાબ ઈંગ્લેન્ડે જીત્યો હતો. ફાઈનલમાં ઈંગ્લિશ ટીમે પાકિસ્તાનને હરાવી હતી. ક્રિકઈંફોના જણાવ્યા અનુસાર, અમેરિકાના ઓકલેન્ડમાં આવેલ મેજર લીગ બેસબોલના મેદાન પર પણ વર્લ્ડ કપની મેચો રમાશે. જો કે, તેમાં ઘણા ફેરફાર કરવા પડશે. સ્ટેડિયમની દર્શક ક્ષમતા 53 હજાર છે. અહીં 1966માં મેચ રમાઈ હતી. (AFP)

    MORE
    GALLERIES

  • 56

    શાહરુખ ખાન અમેરિકામાં બનાવી રહ્યો છે શાનદાર સ્ટેડિયમ, ટી 20 વર્લ્ડ કપની મેચો અહીં રમાશે

    આઈપીએલ ટીમ કેકેઆરના માલિક અને બોલિવૂડ સ્ટાર શાહરુખ ખાને અમેરિકાના મેજર લીગ ક્રિકેટની સાથે કરાર કર્યા છે. તે ત્યાં સ્ટેડિયમ બનાવવા જઈ રહ્યા છે. ટી 20 વર્લ્ડ કપના અન્ય વેન્યૂની વાત કરીએ તો, નોર્થ કેલિફોર્નિયા, ફ્લોરિડા, ટેક્સાસ અને હોસ્ટન છે. ભારતીય ટીમ ફ્લોરિડામાં વેસ્ટઈંડીઝ વિરુદ્ધ પ્રથમ ટી 20 ઈંટરનેશનલ મેચ રમી ચુકી છે. ત્યારે આવા સમયે ટી 20 વર્લ્ડ કપની મેચો અમેરિકામાં રમાઈ શકે છે. અહીં મોટી સંખ્યામાં ભારતીયો છે. (AFP)

    MORE
    GALLERIES

  • 66

    શાહરુખ ખાન અમેરિકામાં બનાવી રહ્યો છે શાનદાર સ્ટેડિયમ, ટી 20 વર્લ્ડ કપની મેચો અહીં રમાશે

    ટી 20 વર્લ્ડ કપમાં હાલમાં 2 વર્ષ બાકી છે. ત્યારે આવા સમયે બીસીસીઆઈ અને ટીમ ઈંડિયાએ પણ અત્યારથી તૈયારી શરુ કરી દીધી છે. હાર્દિક પંડ્યાને પણ ટી 20 ટીમની કપ્તાની મળે તેવા સંકેતો આપ્યા છે. ભારત ટીમ 2011 બાદ અત્યાર સુધીમાં ટી 20 અને વન ડે બંને વર્લ્ડ કપનો ખિતાબ જીતી શકી નથી. ઓસ્ટ્રેલિયામાં પાછલા દિવસોની વાત કરીએ તો, ભારતીય ટીમ સેમીફાઈનલમાં હારીને બહાર થઈ ગઈ હતી. 2024 સુધી રોહિત શર્માથી લઈને વિરાટ કોહલીની ઉંમર વધી ગઈ છે. ત્યારે આવા સમયે તેમની આ ટૂર્નામેન્ટમાં ઉતરવાને લઈને સ્થિતી સ્પષ્ટ નથી. (AFP)

    MORE
    GALLERIES