T20 World Cup 2022: વિશ્વકપની મેચ દરમિયાન રોહિત શર્માના નામે એક મહત્વપૂર્ણ રેકોર્ડ નોંધાયો છે. રોહિત શર્માએ પોતાની શાનદાર કેપ્ટનશીપ થકી જિમ્બાબ્વેને 71 રનથી માત આપી હતી. જિમ્બાબ્વે સામેની જીતથી ભારતીય ટીમ ટી20 વિશ્વકપ 2022ની સેમીફાઈનલમાં પહોંચવાની તેની શક્યતાઓ વધી ગઈ હતી. તેવામાં નેધરલેન્ડ સામે આફ્રિકાની હાર થતાં ટીમ ઇન્ડિયાની એન્ટ્રી સેમીફાઈનલમાં થઇ ગઈ હતી.