નવી દિલ્હી: ભારતના ભૂતપૂર્વ બેટ્સમેન સુરેશ રૈના તેના બ્રાહ્મણવાળા નિવેદન પછીથી વિવાદોમાં ઘેરાયેલા છે. ઉત્તર પ્રદેશના રહેવાસી રૈનાને, તમિળનાડુ પ્રીમિયર લીગ (ટી.એન.પી.) ની 5મી સીઝનની શરૂઆતની મેચ માટે કોમેન્ટ્રી માટે આમંત્રણ પાઠવ્યું હતું. કોમેન્ટ્રી દરમિયાનના સવાલના જવાબમાં રૈનાએ પોતાને બ્રાહ્મણ ગણાવ્યા, જેણે સોશિયલ મીડિયામાં હંગામો મચાવી દીધો. (ફોટો ક્રેડિટ-sureshraina3)
મેચ દરમિયાન એક કમેન્ટેટરે રૈનાને પૂછ્યું કે તેણે દક્ષિણ ભારતીય સંસ્કૃતિને કેવી રીતે અપનાવી છે. તેના જવાબમાં સુરેશ રૈનાએ કહ્યું, 'મને લાગે છે કે, હું પણ બ્રાહ્મણ છું. હું 2004 થી ચેન્નાઈમાં રમું છું. મને અહીંની સંસ્કૃતિ ગમે છે. હું મારા સાથીઓને પ્રેમ કરું છું. હું અનિરુધ શ્રીકાંત સાથે રમ્યો છું. સુબ્રમણ્યમ બદ્રીનાથ અને એલ બાલાજી પણ ત્યાં છે. મને ચેન્નાઈની સંસ્કૃતિ ગમે છે. હું ભાગ્યશાળી છું કે હું સીએસકેનો ભાગ છું.રૈના 2008 થી આઇપીએલની પ્રારંભિક આવૃત્તિથી સીએસકે તરફથી રમી રહ્યો છે. (ફોટો ક્રેડિટ-sureshraina3sureshraina3)