IPLમાં ઝાકઝમાળ હોવી જરૂરી છે. આ વાત જ IPLને અન્ય લીગથી અલગ પાડે છે. ચિક્કાર ભરેલા સ્ટેડિયમ વચ્ચે પ્રેક્ષકોની ચિચિયારીઓ અને પોતાની આગવી અદાથી ઓડિયન્સને પકડી રાખતા એન્કર્સના કારણે આઈપીએલ (IPL-2021)વધુ રોચક બને છે. અત્યાર સુધી સંજના ગણેશનથી માંડીને અભિનેત્રી અને મોડેલ શિબાની દાંડેકર સહિતની એન્કર્સ (ipl anchor)પર બધાનું ધ્યાન કેન્દ્રિત રહ્યું છે. ત્યારે 2020માં તમન્ના વાહી (tamanna wahi)નવા એન્કર તરીકે સામે આવી છે. તે પ્રેક્ષકોને મનોરંજન આપી રહી છે. તેની સુંદરતાએ ઘણા ક્રિકેટ ચાહકોને મોહી લીધા છે.
વાહી સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહે છે. ઇન્સ્ટાગ્રામ પર વાહીના 80.2 હજાર ફોલોઅર્સ છે. જ્યાં તે મુસાફરીની તસવીરો મૂકે છે. તેણે તાજેતરમાં લગ્ન કર્યા છે. નવી દિલ્હી ખાતે તે પ્રેમી અખિલ ટંડન સાથે લગ્નના તાંતણે બંધાઈ હતી. તેણે ભારતીય શૈલીમાં લગ્ન કર્યા હતા. વાહીએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર હલ્દી અને સંગીત જેવી વિવિધ લગ્ન વિધિની તસવીરો શેર કરી હતી.
વાહીએ તેના લગ્નના દિવસ માટે સફેદ સિક્વિન લેહેંગા ચોલી પહેરી હતી. તેણે તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટના કેપ્શનમાં લખ્યું હતું કે, લાલ અને ગુલાબી રંગની પરંપરાગત રીતને નથી અનુસરી, તેમાં થોડી ખાતરી કરવી પડી પરંતુ આ સંપૂર્ણપણે યોગ્ય હતું. ઉલ્લેખનીય છે કે, એન્કરિંગ સિવાય તમન્ના વાહી ફિલ્મોમાં ઘણો રસ લે છે. તેને બોલિવૂડ ફિલ્મો ખૂબ પસંદ છે. અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાન ભારતીય સિનેમાના મનપસંદ હીરો છે. તેની મનપસંદ ફિલ્મ કભી ખુશી કભી ગમ છે. ( તસવીર સાભાર- સોશિયલ મીડિયા)