પ્રથમ તસવીરમાં મોલી કિંગ તેની પુત્રીને તેના ખોળામાં લઈને ખૂબ જ ધ્યાનથી જોઈ રહી છે.સ્ટુઅર્ટ બ્રોડે શેર કરેલી બીજી તસવીરમાં તે પોતે દીકરીને પોતાના ખોળામાં લઈ પ્રેમથી ચૂમી રહ્યો છે. બ્રોડે તેની પુત્રી સાથે સમુદ્ર કિનારા પર ફોટા ક્લિક કર્યા છે. સ્ટુઅર્ટ બ્રોડે પુત્રીનું નામ પણ જાહેર કર્યું છે. તેણે દીકરીનું નામ એનાબેલા બ્રોડ (Annabella Broad) રાખ્યું છે. બ્રોડ અને મોલી માતાપિતા બન્યા પછી સોશિયલ મીડિયા પર અભિનંદનનો વરસાદ થયો છે.
સ્ટુઅર્ટ બ્રોડે શેર કરેલી બીજી તસવીરમાં તે પોતે દીકરીને પોતાના ખોળામાં લઈ પ્રેમથી ચૂમી રહ્યો છે. બ્રોડે તેની પુત્રી સાથે સમુદ્ર કિનારા પર ફોટા ક્લિક કર્યા છે. સ્ટુઅર્ટ બ્રોડે પુત્રીનું નામ પણ જાહેર કર્યું છે. તેણે દીકરીનું નામ એનાબેલા બ્રોડ (Annabella Broad) રાખ્યું છે. બ્રોડ અને મોલી માતાપિતા બન્યા પછી સોશિયલ મીડિયા પર અભિનંદનનો વરસાદ થયો છે.
ટેસ્ટ ક્રિકેટમાં 566 વિકેટ લેનાર સ્ટુઅર્ટ બ્રોડે જૂનમાં તેના 36મા જન્મદિવસના એક દિવસ પહેલા સોશિયલ મીડિયા દ્વારા પિતા બનવાની જાહેરાત કરી હતી. સ્ટુઅર્ટ બ્રોડે આ વર્ષે 23 જૂન 2022ના રોજ ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ સુંદર ફોટો શેર કર્યો હતો. તસવીરમાં બ્રોડની મંગેતર મોલી કિંગ બેબી બમ્પ સાથે ઉભી જોવા મળી હતી. બ્રોડ તેના ઘૂંટણ પર મોલીના બેબી બમ્પને કિસ કરી રહ્યો હતો.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સ્ટુઅર્ટ બ્રોડ અને મોલી કિંગ 2012થી ડેટ કરી રહ્યાં છે. સ્ટુઅર્ટ બ્રોડ પાકિસ્તાન પ્રવાસ પર ઈંગ્લેન્ડ માટે 3 મેચની ટેસ્ટ સિરીઝમાં રમતા જોવા મળશે. સ્ટુઅર્ટ બ્રોડે 159 ટેસ્ટ મેચમાં કુલ 566 વિકેટ લીધી છે. બ્રોડના નામે 121 ઇન્ટરનેશનલ મેચોમાં 178 વિકેટ છે, જ્યારે તેણે 56 T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 65 વિકેટ લીધી છે. બ્રોડ હવે માત્ર ટેસ્ટ ક્રિકેટ રમે છે.