ભારતીય એથ્લેટ દુતી ચંદે મહિલા મિત્ર સાથે લગ્ન કર્યા, ફોટો શેર કરી કર્યો ખુલાસો
Dutee Chand: ભારતીય એથ્લેટ દુતી ચંદે ફરી એકવાર બધાને ચોંકાવી દીધા છે. ચેમ્પિયન એથ્લેટે તેની મહિલા મિત્ર મોનાલિસા સાથે લગ્નની તસવીરો શેર કરી છે. તેણે સમલૈંગિક પાર્ટનર સાથે લગ્નના બંધનમાં બાંધવાનું નક્કી કર્યું અને તેના વિશે પોતે જ દુનિયાને જાણકારી આપી છે. શુક્રવાર, 2 ડિસેમ્બરના રોજ દુતીએ મોના સાથે લગ્નની તસવીરો શેર કરી હતી.
વિવાદોમાં રહેતી ભારતીય સ્ટાર એથ્લેટ દુતી ચંદે તેની લેસ્બિયન પાર્ટનર મોનાલિસા સાથે લગ્ન કરી લીધા છે. (Dutee Chand instagram)
2/ 6
દુતીએ તેના સોશ્યિલ મીડિયા પર મોના સાથેના લગ્નની તસવીરો શેર કરીને દરેકને આ અંગે જાણકારી આપી હતી. (Dutee Chand instagram)
विज्ञापन
3/ 6
ભારતીય એથ્લેટે ઘણા સમય પહેલા તેના સમલૈંગિક સંબંધોનો ખુલાસો કર્યો હતો. હવે લગ્ન કરતી વખતે તેણે બધાની સામે તેની પુષ્ટિ કરી દીધી છે. (Dutee Chand instagram)
4/ 6
દુતીએ તેના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર મોનાલિસા સાથે લગ્નની તસવીરો શેર કરી હતી. મોના અહીં વેડિંગ ડ્રેસમાં જોવા મળી રહી છે જ્યારે દુતીએ સૂટ પહેર્યો છે. (Dutee Chand instagram)
5/ 6
આશ્ચર્યજનક વાત એ છે કે, દુતીએ તેની બહેનના લગ્નના દિવસે જ લગ્ન કર્યા હતો. (Dutee Chand instagram)
विज्ञापन
6/ 6
દુતીએ શેર કરેલી તેની બહેનના લગ્નની તસવીરોમાં તે મોના સાથે તે જ કપડામાં જોવા મળી રહી છે જેમાં તેણે લગ્ન કર્યા છે. (Dutee Chand instagram)