શુભમન ગીલને 2019માં તેની ODI ડેબ્યૂ કરવાની તક મળી હતી. જ્યારે તત્કાલીન કેપ્ટન વિરાટ કોહલીને પ્રવાસ દરમિયાન અંગત કામથી પરત ફરવું પડ્યું હતું. ન્યૂઝીલેન્ડના બોલરોએ આ યુવા ખેલાડીને પ્રથમ મેચમાં 9 રન અને પછી બીજી મેચમાં 7 રનમાં પરત મોકલી દીધો હતો. આ પ્રવાસ બાદ તેનું નામ ODI ટીમમાંથી હટાવી દેવામાં આવ્યું હતું. શુભમન પસંદગીકારોની અપેક્ષા પ્રમાણે પરફોર્મ કરી શક્યો નહોતો. -AP
ફેબ્રુઆરી 2019 પછી ગિલને ફરીથી ODIમાં ડિસેમ્બર 2020 માં તક મળી અને પછી તેની કાર ધીમે ધીમે આગળ વધી હતી. આશ્ચર્યજનક છે કે જે ટીમે તેની કારકિર્દી પર બ્રેક લગાવી તે જ ટીમે વનડે અને ટી20 સિરીઝમાં સૌથી મોટી હાર બાદ શરમમાં મોઢું છુપાવવાની ફરજ પડી હતી. ન્યુઝીલેન્ડ વિરૂદ્ધ રનનો પહાડ બનાવીને ગીલે માત્ર ODIમાં જ નહી પરંતુ T20 ટીમમાં પણ પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. -AP