રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઓસ્ટ્રેલિયાની સુપ્રીમ કોર્ટે શેન વોર્નની કુલ સંપત્તિનું મૂલ્યાંકન કર્યું હતું. આ કુલ $20,711,013.27 હોવાનું જાણવા મળ્યું હતું. શેન વોર્ન અને સિમોન કેલાઘનના લગ્ન 15 વર્ષ ચાલ્યા હતા. આ પછી બંનેના છૂટાછેડા થઈ ગયા હતા. વોર્ને છૂટાછેડા સમયે તેનો હિસ્સો તેની ભૂતપૂર્વ પત્નીને ગુજારાભથ્થા તરીકે આપ્યો હતો. ગર્લફ્રેન્ડ લિસા હર્લી પ્રત્યે તેની કોઈ નાણાકીય જવાબદારી નહોતી. (એપી)
વોર્ને તેના બાળકોની સાથે ડેથ વિલમાં તેના ભાઈના બાળકો પર પણ પ્રેમ વરસાવ્યો છે. બાકીની સાત ટકા મિલકતમાંથી વોર્ને બે ટકા તેના ભાઈ જેસનને આપ્યા હતા. આ સિવાય વોર્ને જેસનના બે બાળકો સેબેસ્ટિયન અને ટાયલાના નામે 2.5 ટકા પ્રોપર્ટી છે. આ રીતે વોર્ને પોતાના ભાઈના પરિવારને પણ પ્રોપર્ટીમાં સામેલ કર્યા છે. (એપી)