ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર શેન વોર્નનું (Shane Warne Dies) 52 વર્ષની વયે મોત થયું છે. વોર્નનું મોત થયાના સમાચાર આવતા ઓસ્ટ્રેલિયા સહિત સમગ્ર વિશ્વના ક્રિકેટ ચાહકોંને આઘાત લાગ્યો છે. શેન વોર્નનું આજે થાઇલેન્ડમાં (thailand) એક વિલાની અંદર મોત થયું હોવાનું સામે આવ્યું છે. તબીબોએ શેન વોર્નની તપાસ કરતા તેને મૃત જાહેર કર્યો હતો. શેન વોર્નના સમાચારથી ક્રિકેટ જગતમાં હાહાકાર મચી ગયો છે.