Home » photogallery » રમતો » છે ને ગજબ! ક્રિકેટરને શિક્ષિકા સાથે થયો પ્રેમ, મામાની દીકરી સાથે કર્યા લગ્ન, ચાર વખત તો રિટાયર થયો

છે ને ગજબ! ક્રિકેટરને શિક્ષિકા સાથે થયો પ્રેમ, મામાની દીકરી સાથે કર્યા લગ્ન, ચાર વખત તો રિટાયર થયો

Bad Boys Cricketer: પાકિસ્તાનના ક્રિકેટર શાહિદ આફ્રિદીની કહાની. શિક્ષિકા સાથે થયો હતો પ્રેમ, મામાની દીકરી સાથે કર્યા લગ્ન, ચાર વખત રિટાયર થયો. જુઓ કેવી રસપ્રદ છે સ્ટોરી.

विज्ञापन

  • 17

    છે ને ગજબ! ક્રિકેટરને શિક્ષિકા સાથે થયો પ્રેમ, મામાની દીકરી સાથે કર્યા લગ્ન, ચાર વખત તો રિટાયર થયો

    આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં જોએવા ખેલાડીઓની આપણે વાત કરીએ કે જે પહેલા જ બોલે આવીને સીધી સિક્સર ફટકારે છે, તો આપણા મગજમાં થોડા જ નામ આવશે. આમાંથી એક નામ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીનું છે. સ્પોર્ટ્સ સિવાય તે પોતાના વર્તનને કારણે ઘણી વખત વિવાદોમાં પણ ફસાઈ ચૂક્યો છે. (AFP)

    MORE
    GALLERIES

  • 27

    છે ને ગજબ! ક્રિકેટરને શિક્ષિકા સાથે થયો પ્રેમ, મામાની દીકરી સાથે કર્યા લગ્ન, ચાર વખત તો રિટાયર થયો

    બાળપણની એક રમૂજી વાર્તા સંભળાવતા શાહિદ આફ્રિદીએ એક વાત કહી કે જ્યારે તે 9 વર્ષનો હતો ત્યારે તેને શાળાની મહિલા શિક્ષિકા સાથે તેને પ્રેમ થઈ ગયો હતો. તે ખૂબ જ સુંદર મહિલા હતી. પોતાના લગ્ન વિશે તેણે કહ્યું હતું કે મેં તો મજાકમાં  મારા પિતાજીને છોકરી શોધવા માટે કહ્યુ હતુ. (AFP)

    MORE
    GALLERIES

  • 37

    છે ને ગજબ! ક્રિકેટરને શિક્ષિકા સાથે થયો પ્રેમ, મામાની દીકરી સાથે કર્યા લગ્ન, ચાર વખત તો રિટાયર થયો

    નવાઈ લાગે એવી વાત છે કે શાહિદ આફ્રિદીએ પોતાની કારકિર્દી દરમિયાન 4 વખત નિવૃત્તિ લીધી હતી. પહેલીવાર નિવૃત્તિ 2006માં, પછી 2011માં, પછી 2015માં લીધી હતી અને છેલ્લે 2017માં તેણે ક્રિકેટને અલવિદા કહ્યું. 2010માં બોલ ટેમ્પરિંગના કારણે તેના પર 2 મેચનો પ્રતિબંધ પણ મુકાયો હતો. (Shaheen afridi instagram)

    MORE
    GALLERIES

  • 47

    છે ને ગજબ! ક્રિકેટરને શિક્ષિકા સાથે થયો પ્રેમ, મામાની દીકરી સાથે કર્યા લગ્ન, ચાર વખત તો રિટાયર થયો

    46 વર્ષના પૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદીએ 37 બોલમાં વનડેમાં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ બનાવ્યો હતો. જોકે, બાદમાં આ રેકોર્ડ તૂટી ગયો હતો. ઉપરાંત 2009માં પાકિસ્તાને T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. એ વખતે ફાઇનલમાં આફ્રિદીએ અડધી સદી ફટકારવા ઉપરાંત એક વિકેટ પણ લીધી હતી. (AP)

    MORE
    GALLERIES

  • 57

    છે ને ગજબ! ક્રિકેટરને શિક્ષિકા સાથે થયો પ્રેમ, મામાની દીકરી સાથે કર્યા લગ્ન, ચાર વખત તો રિટાયર થયો

    પાકિસ્તાની ક્રિકેટ ટીમના કેપ્ટન રહી ચૂકેલા શાહિદ આફ્રિદીએ તેના મામાની પુત્રી નાદિયા આફ્રિદી સાથે લગ્ન કર્યા હતા. તેઓને 5 દીકરીઓ પણ છે. તાજેતરમાં જ તેણે તેની મોટી પુત્રીના લગ્ન વર્તમાન પાકિસ્તાની ટીમના ક્રિકેટર શાહીન આફ્રિદી સાથે કર્યા હતા. ઉલ્લેખનીય છે કે અગાઉ શાહિને પોતાની બોલિંગથી ભારતીય બેટ્સમેનોને પરેશાન કર્યા છે. (AP)

    MORE
    GALLERIES

  • 67

    છે ને ગજબ! ક્રિકેટરને શિક્ષિકા સાથે થયો પ્રેમ, મામાની દીકરી સાથે કર્યા લગ્ન, ચાર વખત તો રિટાયર થયો

    આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શાહિદ આફ્રિદીએ માત્ર 16 વર્ષની ઉંમરે પ્રવેશ કર્યો હતો. ડેબ્યુ સમયે તેની જન્મતારીખ 1977 ની સાલની લખેલી હતી. પરંતુ તેણે ઓટો બાયોગ્રાફીમાં જણાવ્યું હતું કે તેનો જન્મ 1975માં થયો હતો. પરંતુ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તેની જન્મતારીખ ખોટી લખી હતી. (Shahid Afridi Instagram)

    MORE
    GALLERIES

  • 77

    છે ને ગજબ! ક્રિકેટરને શિક્ષિકા સાથે થયો પ્રેમ, મામાની દીકરી સાથે કર્યા લગ્ન, ચાર વખત તો રિટાયર થયો

    પાકિસ્તાન માટે શાહિદ આફ્રિદીએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 27 ટેસ્ટ, 398 ODI અને 99 T20  મેચ રમી છે. ટેસ્ટમાં આફ્રિદીએ 1716 રન બનાવ્યા છે અને 48 વિકેટ લીધી છે.  વનડેમાં તેણે  8064 રન બનાવ્યા છે જ્યારે 395 વિકેટ લીધી છે. તો પ્રમાણમાં ટૂંકા T20 કરિયરમાં પણ આફ્રિદીએ 1416 રન બનાવવા ઉપરાંત, 98 વિકેટ લીધી.
    (Shahid Afridi Instagram)

    MORE
    GALLERIES